શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સ ૨૮૨ પોઈન્ટ સાથે ૪૩૮૮૨ પર બંધ

0
23
Share
Share

મુંબઇ,તા.૨૦

સકારાત્મક વૈશ્વિક સંકેતો અને વિદેશી ભંડોળના સતત પ્રવાહને કારણે શેર બજાર સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે વધારા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઇન્ડેક્સ સેન્સેક્સ ૦.૬૫ ટકા વધીને ૨૮૨.૨૯ પોઇન્ટના વધારા સાથે ૪૩૮૮૨.૨૫ પર બંધ રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૦.૬૮ ટકા (૮૭.૩૫ પોઇન્ટ) વધીને ૧૨૮૫૯.૦૫ ની સપાટીએ બંધ રહ્યો છે.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે બજાજ ફિનઝર્વ, ટાઇટન, ગેઇલ, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલના શેર લીલા નિશાન પર બંધ થયા છે. રિલાયન્સ, અદાણી પોટ્‌ર્સ, આઈડીસીંડ બેંક, એક્સિસ બેંક અને સન ફાર્મા લાલ નિશાન પર બંધ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાર્મા અને મીડિયા સિવાય તમામ સેક્ટર લીલા નિશાન પર બંધ થયા છે. આમાં એફએમસીજી, આઈટી, પીએસયુ બેંકો, બેંકો, ખાનગી બેન્કો, ફાઇનાન્સ સેવાઓ, રિયલ્ટી, મેટલ અને ઓટોનો સમાવેશ થાય છે.

બપોર પછી યુરોપનું બજાર અને નાણાકીય શેરોમાં ઉછાળો આજના બજારના વધારા સાથે બંધ રહ્યો હતો. બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ૦.૬ ટકાની તેજી નોંધાવી બંધ થયા છે. બજારમાં આજે આઈટી અને બેંકિંગ શેરોમાં સારી ખરીદી જોવા મળી રહી છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ માર્કેટ ગ્રોથને કારણે રૂ. ૧૭૧ લાખ કરોડને પાર કરી ગઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here