શેરબજારમાં તેજીની આગેકૂચઃ સેન્સેક્સ ૩૧૬ અંક ઉછળ્યો

0
15
Share
Share

મુંબઇ,તા.૧૧

સકારાત્મક વૈશ્વિક સંકેતોને કારણે શેર બજાર સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે એટલે કે બુધવારે વધારા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૭૩ ટકા વધીને (૩૧૬.૦૨ પોઇન્ટ) વધીને ૪૩૫૯૩.૬૭ પર બંધ રહ્યો. તો નેશનલ સ્ટોક એક્સચેંજ નિફ્ટી ૦.૯૩ ટકા (૧૧૮.૦૫ પોઇન્ટ) વધીને ૧૨૭૪૯.૧૫ ના સ્તર પર બંધ થયો.

દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે હિંડાલ્કો, ટાટા સ્ટીલ, ડોક રેડ્ડી, એક્સિસ બેંક અને આઈશર મોટર્સના શેર લીલા નિશાન પર બંધ થયા છે. ઈન્ડસઇન્ડ બેંક, રિલાયન્સ, ટાઇટન, એશિયન પેઇન્ટ્‌સ અને બ્રિટાનિયાના શેરો લાલ નિશાન પર બંધ થયા છે.

જો આપણે સેક્ટોરલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે મીડિયા અને પીએસયુ બેંક સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર બંધ થયા છે. જેમાં ફાર્મા, આઈટી, એફએમસીજી, બેંકો, ખાનગી બેન્કો, ફાઇનાન્સ સેવાઓ, રિયલ્ટી, ધાતુઓ અને ઓટોનો સમાવેશ થાય છે.

બજાર ખાતે લિસ્ટેડ કંપનીનું કુલ બજાર મૂલ્ય રૂપિયા ૧૬૭ લાખ કરોડ થયુ છે. સેન્સેક્સ પેકની ૩૦ પૈકી ૬ કંપનીના શેરોમાં મંદીમય માહોલ જોવા મળતો હતો. જ્યારે ૨૪ કંપનીના શેરોમાં તેજી જોવા મળી હતી. માર્કેટ બ્રેડથ તેજીમય હતું. મ્જીઈ ખાતે કુલ ૨,૯૩૪ સ્ક્રીપમાં કામકાજ થયુ હતું, જે પૈકી ૧,૪૩૧ સ્ક્રીપમાં તેજી અને ૧,૨૯૮ સ્ક્રીપ મંદીમય માહોલ જોવા મળ્યો હતો. જોકે ૨૦૫ સ્ક્રીપમાં કોઈ ફેરફાર થયો ન હતો.

નિફ્ટીમાં હિન્દાલ્કોના શેર ૮ ટકા વધીને બંધ આવ્યો હતો. ટાટા સ્ટીલ પણ ૭ ટકા સુધરીને બંધ આવ્યો છે. લ્યુપિન ૫ ટકા, જ્યારે ઈન્ડસઈન્ડ બેન્ક ૫ ટકા ગગડી બંધ આવ્યો છે. બેન્ક ઓફ બરોડાના શેરોમાં ૨ ટકાનો ઘટાડો થયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here