શૂટિંગમાં ગોવિદા આવશે કે નહીં તેને લઈને શંકા હતી

0
22
Share
Share

અભિનેતા ગોવિંદાને પણ જગ્ગા જાસૂસ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો, તેને ફિલ્મમાંથી પડતો મૂકાયો હતો

મુંબઈ,તા.૨૮

તાજેતરમાં અનુરાગ બાસુની ફિલ્મ લૂડો રિલીઝ થઈ હતી. આ ફિલ્મને પ્રેક્ષકો અને ક્રિટિક્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ પહેલા અનુરાગની ફિલ્મ જગ્ગા જાસૂસ રિલીઝ થઈ હતી. રણબીર કપૂર અને કેટરિના કૈફની આ મ્યુઝિકલ ફિલ્મ એકદમ અલગ હતી, જેને દર્શકોને કંઇ ખાસ પસંદ આવી નહોતી. આ ફિલ્મ લાંબા સમયથી અનુરાગ દ્વારા બનાવવામાં આવી હતી. ગોવિંદાને પણ આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તે ફિલ્મમાંથી પડતો મૂકાયો હતો. હવે અનુરાગ બાસુએ કહ્યું છે કે તેણે ગોવિંદાને કેમ ફિલ્મમાંથી કાઢવામાં આવ્યો હતો. આ વિશે વાત કરતાં અનુરાગે એક ન્યૂઝ પોર્ટલને કહ્યું હતું કે જગ્ગા જાસૂસ’નું શૂટિંગ ઘણાં સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું અને તે પછી એવી મૂંઝવણ હતી કે ગોવિંદા શૂટિંગ માટે આવે છે કે કેમ? તે ફ્લાઇટ લઈ રહ્યો છે કે નહીં? અથવા શૂટિંગ રદ કરવું જોઈએ. અનુરાગ બાસુએ કહ્યું હતું કે તે સમયે કંઇક સમજાયું નહોતું અને તે આટલું તાણ લઈ શકે નહીં. તે સમયે દક્ષિણ આફ્રિકામાં શૂટિંગ ચાલી રહ્યું હતું અને બધું જ પ્લાન કરવામાં આવ્યું હતું અને આ જ કારણ હતું કે હું ગોવિંદાથી દૂર થઈ ગયા હતા. બાદમાં વર્ષ ૨૦૧૭ માં ગોવિંદાએ અનેક ટ્‌વીટ્‌સ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી કે તેમને આ ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યા છે. તેણે પોતાના ટિ્‌વટમાં કહ્યું હતું કે ’મેં એક અભિનેતા તરીકે મારું કામ કર્યું હતું, જો દિગ્દર્શક તેનાથી ખુશ ન હતા તો તે તેમનો નિર્ણય હતો. ગોવિંદાએ કહ્યું હતું કે મારી તબિયત બરાબર નહોતી અને બોટલો ચઢતી હતી, છતાં હું દક્ષિણ આફ્રિકા ગયો અને મારું શૂટિંગ પૂરું કર્યું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here