શું સરકાર પાસે કોરોનાની રસી ઉપર ખર્ચ કરવા માટે ૮૦૦૦૦ કરોડ રુપિયા છે? : અદાર પૂનાવાલા

0
27
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૬

દુનિયા આખી અત્યારે કોરોના વાયરસની રસીની કાગાડોળએ રાહ જોતી બેઠી છે. દુનિયાભરના વિજ્ઞઆનીઓ અને સંશોધકો કોરોનાની રસી માટે પ્રયત્નો કરી રહ યા છે. જેમાં ભારતની સીરમ ઇન્સ્ટિટ્યુટનું નમા આગળ પડતું છે. સીરમ ઇન્સ્ટિટ્યુટ કોરોના વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે. જેના માટે તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે. ત્યારે કોરોના વાયરસ સામે લડવામાં ભારત સામેના પડકાર અંગે વાત કરતા સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ સરકારને પૂછ્યુ છે કે શું કોરોના વેક્સિનની ખરીદી અને વિતરણ માટે તેમની પાસે ૮૦૦૦૦ કરોડ રુપિયા છે?

આ સવાલ તેમણે ટિ્‌વટરના માધ્યમથી પુછ્યો છે. અદાર પૂનાવાલાએ ટિ્‌વટ કરીને કહ્યું કે, શું ભારત સરકાર પાસે આવનારા એક વર્ષમાં ૮૦ હજાર કરોડ રુપિયા હશે? કારણ કે ભારતના તમામ લોકો માટે કોરોનાની રસી ખરીદવામાં અને વિતર કરવામાં આટલો ખર્ચ થશે. વડાપ્રધાન કાર્યલયને ટેગહ કરતા તેમણે આ સવાલ કર્યો છે. સાથે એ પણ કહ્યું છે કે આ એક પડકાર છે, આપણે તેનો સામનો કરવાનો છે.

ઉલ્લેખનીય છે કે પુણામાં આવેલ સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા દુનિયાની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક કંપની છે. તે કોરોના વાયરસની લગ અલગ રસીઓ ઉપર પણ કામ કરી રહી છે. ઉપરાંત વિશ્વની કોરોના વેક્સિનના બહોળા પ્રમાણમાં ઉત્પાદન માટે પણ કરાર કરવામાં આવ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here