શીહોરના ઘાંઘળી ગામે પૈસાની લેતી દેતીના મામલે શ્રમીકની હત્યા

0
23
Share
Share

જુગારના હારજીતની રકમ મામલે થયેલી બોલાચાલીમાં બોથડ પદાર્થના ઘા ઝીકી યુવકનું ઢીમ ઢાળી દીધુ

રાજકોટ તા. ૧પ

શીહોર તાલુકાના ઘાંઘળી ગામે જુગારની હારજીતની રકમની લેતી દેતી મામલે થયેલી બોલાચાલીમાં શ્રમીકે અન્ય શ્રમીકને માથામા બોથડ પદાર્થનો ઘા ઝીકી હત્યા કર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ પ્રાપ્ત વીગતો મુજબ મુળ ઉતરપ્રદેશના વતની અને હાલ શીહોર જીઆઇડીસીમાં આવેલી સાંઇનાથ રોલીંગ મીલમાં કામ કરતા બીરઘી વીક્રમભાઇ શહાની નામના શ્રમીકની સંજય ઉર્ફે કૃણાલ કપીલ બહેરા નામના યુવકે લોખંડના પદાર્થના ઘા ઝીકી કરપીણ હત્યા કર્યાની મૃતકના સાળા ફુલેના જતન શહાનીએ શીહોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે સંજય ઉર્ફે કૃણાલ , બીરધી શહાની , દીલીપ અને ફુલેના શહાની સાંઇનાથ રોલીંગ મીલની ખોલીમાં જુગાર રમતા હતા. જે બાબતે બંને વચ્ચે પૈસાના મામલે થયેલી બોલાચાલી ના ખાર રાખી સંજય બહેરાએ બીરધી શાહની બોથડ પદાર્થના ઘા ઝીકી લોહી લુહાણ હાલતમાં શીહોરની હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા. જયાથી વધુ સારવાર માટે ભાવનગર ખસેડયા હતા. જેઓને સારવાર કરી રજા આપવામાં આવી હતી બાદ આજે ફરી તબીયત લથડતા સારવાર માટે શીહોરની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે મૃત જાહેર બનાવ હત્યામાં પલ્ટાયો હતો. અને પોલીસે  ગુનો  નોંધી પીઆઇ કે.ડી. ગોહીલ સહીતના સ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here