શીલ : ફરંગટા ગામે સવા વર્ષ પૂર્વે બાળ લગ્ન મામલે છ સામે ફરિયાદ

0
18
Share
Share

જૂનાગઢ, તા.૮

શીલ પોલીસમાં ફરંગટા ગામે સવા વર્ષ પહેલા થયેલા બાળ લગ્ન અંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ વર તથા કન્યાપક્ષના પરિવાર તથા લગ્ન કરાવનાર સહિત કુલ છ સામે પોલીસ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે શીલ પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ફરંગટા ગામે તારીખ ૧૧ જૂન ૨૦૧૯ ના સગીર કન્યાને સગીર સાથે બાળ લગ્ન કરાવવા અંગે તપાસ દરમિયાન જૂનાગઢ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નયનાબેન મહેન્દ્રભાઈ પુરોહિતે પુખ્ત વયના યુવક, તેના પિતા પ્રવિણભાઈ અરજણભાઈ વાણવી, માતા હંસાબેન વાણવી તથા કન્યાના પિતા રવજીભાઈ સોલંકી, માતા લલીતાબેન સોલંકી તેમજ લગ્ન કરાવનાર પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામના દલપતભાઈ અમૃતલાલ ઘમર સામે સગીર કન્યાની પુખ્ત વયના યુવક સાથે લગ્ન કરાવ્યા અંગે બાળ લગ્ન અધિનિયમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ આર.પી.ચુડાસમા ચલાવી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here