શિહોર : ટાણા ગામે બોગસ ડોક્યુમેન્ટ કરવા અંગે ટ્રસ્ટનાં હોદેદારો સામે નોંધાતો ગુન્હો

0
29
Share
Share

ભાવનગર, તા.૨૪

શિહોર નજીક આવેલા ટાણા ગામે કેશવા માધવ સેવા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા ખેતીની જમીન બીન ખેતી થયાનો બોગસ હુકમ કલેકટરની બોગસ સહીથી કર્યા અંગેનો પોલીસમાં ગુનો નોંધાયો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર જિલ્લા કલેકટરમાં ફરજ બજાવતા ધીરૂભાઈ ફુલાભાઈ ગોંડલીયાએ ટાણા ગામની કેશવા માધવ સેવા ઉત્કર્ષ ટ્રસ્ટના હોદદારો સામે જિલ્લા કલેકટરની બોગસ સહી કરી બીન ખેતીનો બોગસ હુકમ તૈયાર કરી કેશવા માધવ સેવા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા રાણી લક્ષ્મીબાઈ ઉચ્ચસ્તર માઘ્યમીક શાળા માટે ગાંધીનગર ખાતે કરાયેલી ઓનલાઈન અરજીની તપાસ ભાવનગર જિલ્લા કલેકટરને સોંપવામાં આવતા ભાંડો ફુટયો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here