શિવસેના કાર્યકર કોરોના પોઝિટિવ આવતા શિવસેના ભવન આઠ દિવસ માટે બંધ

0
14
Share
Share

મુંબઇ,તા.૨૩

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામા મુંબઇમા શિવસેના ભવનને ૮ દિવસ માટે લઇને બંધ કરવામા આવ્યુ છે.

શિવસેનાનો એક કાર્યકર્તા કોરોના પોઝીટીવ આવ્યો છે, ત્યારબાદ આ કાર્યવાહી કરવામા આવી છે. જણાવવામા આવી રહ્યુ છે કે, આ કાર્યકર્તા શિવસેના ભવનમા અવર-જવર કરતા હતા. જેના કારણે શિવસેના ભવનને સેનિટાઇઝ કરવામા આવ્યુ હતુ.

મહારાષ્ટ્રમા કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧,૩૫,૭૯૬ થઈ ગઈ છે, તેમજ ૬૧,૮૦૭ લોકો સાજા થયા છે. મહારાષ્ટ્ર છેલ્લા ૨૪ કલાકમા ૩,૭૨૧ નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમા ૬૨ દર્દીઓની મોત કોરોના વાઇરસના સંક્રમણથી થઇ છે. મુંબઇમા કોવિડ-૧૯ના ૧,૧૨૮ નવા કેસો સામે આવ્યા છે. શહેરમા કુલ કેસો વધીને ૬૭,૬૩૫ થઇ ગયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here