શિયા સેન્ટ્રલ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન વસિમ રીઝવી વિરુદ્ધ સીબીઆઇએ છેતરપિંડીનો કેસ નોંધ્યો

0
15
Share
Share

ન્યુ દિલ્હી,તા.૨૦

શિયા સેન્ટ્રલ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન વસીમ રીઝવી સામે છેતરપીંડીના કેસ નોંધાયા હોવાના રિપોર્ટ મળ્યા હતા. એક કેસ સીબીઆઇ અને બીજો એન્ટી કરપ્શન બ્યૂરોએ  નોંધ્યો હતો.

શિયા સેન્ટ્રલ બોર્ડની પ્રયારાજ અને કાનપુરમાં કેટલીક પ્રોપર્ટી છે. એના ખરીદવેચાણમાં વસીમ રીઝવીએ ગોલમાલ કરી હોવાનો આક્ષેપ તેમના પર છે.

શિયા વકફ બોર્ડની સંપત્તિના ખરીદવેચાણમાં ગોલમાલ થઇ હોવાની ફરિયાદ પહેલવહેલી ૨૦૧૬ના ઑગષ્ટની ૮મીએ થઇ હતી. ત્યારબાદ વકફની કાનપુરની પ્રોપર્ટી ગેરકાયદે રીતે ટ્રાન્સફર કરવાની ફરિયાદ ૨૦૧૭માં લખનઉના હઝરત ગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.

આ બંને ફરિયાદના આધારે વસીમ રીઝવી સામે કેસ નોંધવામાં આવ્યા હતા. રીઝવી પર એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે શિયા વકફ બોર્ડના ચેરમેન હતા ત્યારે વકફ બોર્ડની પ્રોપર્ટીઓના ખરીદવેચાણમાં ગોલમાલ કરીને મોટી રકમ ચાઉં કરી હતી. વસીમ રીઝવીના આ ગોટાળામાં અન્ય બે અધિકારીઓ સંડોવાયા હોવાની માહિતી મળતાં ઉત્તર પ્રદેશ સરકારે રીઝવી અને આ બંને અધિકારીઓ સામે કેસ ચલાવવાની મંજૂરી આપી હતી.

વસીમ રીઝવી અને એના સાથીદારો સામે ઇન્ડિયન પીનલ કૉડની ૪૦૯, ૪૨૦ અને ૫૦૮મી કલમો હેઠળ કેસ નોંદવામાં આવ્યા હતા. વકફ બોર્ડના અન્ય બે અધિકારી વહીવટી અધિકારી ગુલામ સૈયદન રીઝવી અને વકફ ઇન્સપેક્ટર બાકર રઝા સામે પણ કેસ કરવામાં આવ્યા હતા. વધુ તપાસ ચાલુ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here