શિખર ધવનના છોકરાને કાળો કહેતા કહેતા પત્નીએ આપ્યો જવાબ

0
17
Share
Share

નવી દિલ્હી,તા.૨૪

આ સમયે દુનિયામાં જાતિવાદનો મુદ્દો ચર્ચામા છે અમેરિકામાં અશ્વેત જોર્જ ફ્લોયડની પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ દુનિયાના દરે ખુણમાંથી જાતિવાદ વિરુદ્ધ અવાજ ઉઠી રહ્યો છે. વેસ્ટ ઇન્ડિજના ક્રિકેટર ડેરેન સેમી, ક્રિસ ગેલે તો એવું પણ કહ્યું હતુ કે આ સમસ્યા ક્રિકેટમાં પણ છે. સેમીએ કહ્યું હતુ કે આઇપીએલમાં તેણે આ અંગે સામનો કરવો પડ્યો હતો. હવે ક્રિકેટર શિખર ધવનના ૬ વર્ષના પુત્ર જોરાવરને જાતિવાદનો શિકાર થઇ ગયો પરંતુ તે બાદ ધવનની પત્ની આયશાએ તેના પુત્ર પર વિવાદીત ટિપ્પણી કરનારાઓને આડે હાથ લીધા છે.

પરંતુ બાદમાં આયશાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. એક યૂઝરે શિખર અને આયશાના પુત્રને ઇન્સ્ટાગ્રામ પર કાળો કહ્યો. જે બાદ આયશાએ એક મેસેજની સાથે સ્ક્રીન શોટ શેર કર્યો ખરેખર આયશાએ તેના પુત્ર સાથે એક તસવીર શેર કરી હતી, જેની પર ફેન્સ ખરાબ કોમેન્ટ કરી અને કહ્યું જોરાવર બેટા, તુ કાળો છે અને કાળો જ રહીશ. તે બાદ આયશાએ તે કોમેન્ટનો સ્ક્રીનશોટ લીધો અને તેને આડે હાથ લીધો. આયશાએ કહ્યું કે મને જાણીને આશ્ચર્ય થાય છે કે લોકો ત્વચાના રંગને લઇને ચિંતામાં છે. જો એક વ્યક્તિ ભૂરો, કાળો, સફેદ અને પીળો છે તો તેનાથી શું ફરક પડે છે.

મારા માટે મજેદાર વાત એ છે કે કેટલાક ભારતીય લોકો છે તેમને ત્વચાના રંગની સમસ્યા છે. જ્યારે દુનિયાના તે ભાગ ત્વચાનો ભૂરો રંગ તાર્કિક અને જૈવિક રૂપથી સામાન્ય છે. આયશાએ કહ્યું આ એવું છે કે જેમ તમે પોતાને નકારી રહ્યા છો. તમે જેટલા વધારે તમારી વાસ્તવિકતાને નકારો છો તમે એટલા જ વધારે દુખી રહો છો. તેણે કહ્યું કે તે પોતાને આવી રીતે જ અપનાવે છે અને પોતાના બાળકોને પણ અપનાવે છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here