શિક્ષણ ક્ષેત્રે ધરખમ સુધારા જરૂરી

0
20
Share
Share

કોઇ પણ દેશમાં માનવ વિકાસ ઇન્ડેક્સ તેના ભાવિઅટલે કે બાળકો પર આધારિત રહે છે. શિક્ષણ ક્ષેત્રમાં સતત સુધારા કરવામાં આવ્યા છે અને આ પ્રક્રિયા હજુ જારી રહી છે. જો કે હજુ કેટલાક પગલાની જરૂર છે. કોરોનાના કારણે શિક્ષણની હાલત ખરાબ થઇ છે. હવે ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગ શરૂ થયા છે. સાથે સાથે કોલેજો શરૂ કરાઇ છે. બજેટમાં કેટલાક પગલા શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવે તે જરૂરી છે.  સ્કુલી શિક્ષણની આમાં સૌથી ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં  કોરોના કાળમાં હવે માધ્યમિક સ્કુલી ચાલુ થઇ ગઇ છે. શૈક્ષણિક સત્રની પણ શરૂઆત થઇ ગઇ છે.શિક્ષણ સમવર્તિ યાદીમાં સામેલ છે. કેન્દ્ર અને રાજ્ય બંનેના અધિકારમાં શિક્ષણનો વિષય આવે છે. દેશમાં શિક્ષણ નીતિ માટે પૂર્વમાં કેટલાક પંચ બનાવવામાં આવ્યા હતા. વર્તમાન શિક્ષણ નીતિ વર્ષ ૧૯૮૬માં બનાવવામાં આવી હતી. વર્ષ ૧૯૯૨માં તેમાં સુધારા કરવામાં આવ્યા હતા.દેશમાં ત્રિભાષા ફોર્મ્યુલા પર પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ મોટો પ્રશ્ન એ થાય છે કે દેશમાં શુ બાળકો માટે શિક્ષણનો માર્ગ સરળ છે કે કેમ  ? સરકારી સ્કુલોની હાલત કેવી થયેલી છે તે બાબતને લઇને કોને કઇ કહેવાની જરૂર નથી. આ બાબતથી તો તમામ લોકો સારી રીતે વાકેફ છે. બીજી બાજુ પ્રાઇવેટ સ્કુલોમાં ફીના ભારે બોજના કારણે વાલીઓ દુખી થયેલા છે. આને લઇને વારંવાર દેખાવો પણ કરવામાં આવે છે. ભારે ફીના કારણે વાલીઓની કમર તુટી ગઇ છે. શિક્ષણના અધિકાર (આરટીઇ) જે ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવ્યો હતો તેના મુળ ઉદેશ્ય પૂર્ણ થઇ રહ્યા નથી. શિક્ષણ મંત્રાલયના આંકડા દર્શાવે છે કે દેશમાં સ્કુલમાં પ્રવેશ મેળવનાર સરેરાશ ૧૦૦ બાળકો પૈકી ૭૦ બાળકો જ ધોરણ ૧૨ સુધી શિક્ષણ મેળવી શકે છે. આદિવાસી વસ્તી ધરાવતા ઝારખંડમાં તો સૌથી ઓછા પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવી લેનાર ૧૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૩૦ બાળકો જ ધોરણ ૧૨ સુધી શિક્ષણ મેળવી શકે છે. બાળકીઓની વાત કરવામાં આવે તો હજુ પણ બાળકીઓ સ્કુલી શિક્ષણથી મોટા ભાગે બહાર છે. આંકડા પર નજર કરવામાં આવે તો ચિંતા વધારે ઉપજાવે છે. કારણ કે ૨૫ ટકા યુવા તો પોતાની માતૃભાષામાં લખેલા વાક્યોને પણ સારી રીતે વાંચી શકતા નથી. ૧૮ વર્ષથી ઓછી વયમાં આશરે ૩૨ ટકા કિશોરીઓ સ્કુલી શિક્ષણ વ્યવસ્થાથી બહાર રહેલી છે. આવી જ રીતે ૧૪-૧૮ વર્ષની વયવર્ગમાં માત્ર પાંચ ટકા જ વોકેશનલકોર્સ કરી રહ્યા છે. ૩૪ ટકા લોકો ત્રણ મહિનાની અવધિવાળા વોકેશનલ કોર્સ જ્યારે ૨૫ ટકા લોકો ચારથી છ મહિનાવાળા કોર્સનો હિસ્સો બની રહ્યા છે. ૧૪થી ૧૮ વર્ષની વયના આશરે ૪૨ ટકા યુવાનો અભ્યાસની સાથે સાથે જીવન ગુજરાન માટે કોઇને કોઇ કામ પણ કરી રહ્યા છે. ૭૭ ટકા યુવકો અને ૮૯ ટકા યુવતિઓ પોતાના ઘરમાં પણ કામ કરે છે. રાજ્યોની સ્થિતીની વાત કરવામાં આવે તો પહેલા ધોરણથી લઇને ૧૨ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરવામાં ટકાવારી ચિંતાજનક છે. ગુજરાતની જ વાત કરવામાં આવે તો અહીં પહેલા ધોરણથી ૧૨ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરનારની ટકાવારી ૬૮ ટકા જેટલ છે. આ રાજ્યોમાં તમિળનાડુની સ્થિતી સૌથી સારી કહી શકાય છે. અહીં પહેલા ધોરણથી લઇને ૧૨ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કરનારની ટકાવારી ૮૬ ટકાની આસપાસ છે. તમામ લોકોને આ અંગે હજુ  પણ માહિતી નથી કે વર્ષ ૨૦૦૯માં આરટીઇ અધિનિયમ પાસ કરવામા ંઆવ્યુ હતુ. શિક્ષણના આ અધિકાર હેઠળ ૬થી લઇને ૧૪ વર્ષની વયના તમામ બાળકોને મફ્તમાં શિક્ષણ અને ફરજિયાત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. બંધારણના ૮૬માં સુધારા દ્વારા શિક્ષણના અધિકારને પ્રભાવી બનાવી દેવા માટેની વાત કરવામાં આવી છે. સરકારી સ્કુલો તમામ બાળકોને મફ્ત શિક્ષણ આ હેઠળ આપે છે. સ્કુલોનુ મેનેજમેન્ટ સ્કુલ મેનેજમેન્ટ સમિતિ દ્વારા કરવામાં આવે છે. ખાનગી સ્કુલો ઓછામાં ઓછા ૨૫ ટકા બાળકોને કોઇ પણ ચાર્જ વગર પ્રવેશ આપે છે. પ્રારંભિક શિક્ષણ માટે રાષ્ટ્રીય પંચની રચના કરવા માટેની પણ તેમાં જોગવાઇ કરવામાં આવી છે. જુદા જુદા માધ્યમ દ્વારા જે આંકડા ઉભરીને આવ્યા છે તેમાં કેટલીક બાબતોનો સ્પષ્ટ પણે સમાવેશ કરવામા ંઆવ્યો છે. દેશમાં શિક્ષણના બજેટની વાત કરવામાં આવે તો પણ વર્ષ ૨૦૧૯-૨૦માં બજેટ ૯૩૮ કરોડ રૂપિયાનો રહ્યો હતો. .

દેશમાં શિક્ષણ બજેટ…

શિક્ષણના સ્તરને સુધારી દેવા માટે જુદા જુદા પગલા દર વર્ષે લેવામાં આવે છે. મોટા મોટા દાવા પણ કરવામાં આવે છે પરંતુ શિક્ષણના સ્તરને લઇને હજુ નિરાશાજનક ચિત્ર રહેલુ છે. બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે  શિક્ષણ બજેટમાં ક્યા વર્ષે કેટલી જોગવાઇ કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

વર્ષ    શિક્ષણ બજેટ અબજ રૂપિયામાં

૨૦૧૪-૧૫     ૨૭૬.૫૬

૨૦૧૫-૧૬     ૪૨૨.૧૯

૨૦૧૬-૧૭     ૭૨૩.૯૪

૨૦૧૭-૧૮     ૮૧૮.૬૮

૨૦૧૮-૧૯     ૮૫૦.૦૧

૨૦૧૯-૨૦     ૯૩૮

રાજ્યોની સ્થિતી શુ …..

પહેલા ધોરણથી ૧૨માં સુધી અબ્યાસ પૂર્ણ કરવામાં રાજ્યોની સરેરાશ નીચે મુજબ છે

રાજ્ય   અભ્યાસ પૂર્ણ કરવામાં સરેરાશ

ઝારખંડ ૨૭૬.૫૬

બિહાર  ૪૨૨.૧૯

બંગાળ ૭૨૩.૯૪

ગુજરાત        ૮૧૮.૬૮

છત્તિસગઢ      ૮૫૦.૦૧

મધ્યપ્રદેશ      ૯૩૮

ઉત્તરપ્રદેશ      ૯૩૮

રાજસ્થાન       ૯૩૮

તમિળનાડુ      ૯૩૮

શિક્ષણ બજેટ છ ટકા રહે

કોઇ પણ દેશમાં માનવ વિકાસ ઇન્ડેક્સ તેના ભાવિઅટલે કે બાળકો પર આધારિત રહે છે. સ્કુલી શિક્ષણની આમાં સૌથી ચાવીરૂપ ભૂમિકા રહેલી છે. દેશના મોટા ભાગના રાજ્યોમાં સ્કુલી ચાલુ થઇ ગઇ છે. શૈક્ષણિક સત્રની પણ શરૂઆત થઇ ગઇ છે. શિક્ષણ વ્યવસ્થાની ઉપર નજર કરવામાં આવે તો બજેટની વાત પહેલા કરવામાં આવે છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે શિક્ષણના ક્ષેત્રમાં કુલ બજેટ જીડીપીના છ ટકાની આસપાસ રહે તે જરૂરી છે. બ્રિક્સ દેશોની સરખામણી કરવામાં આવે તો ભારતમાં આ સ્થિતી નિરાશાજનક નજરે પડે છે. જીડીપીના છ ટકાના જરૂરી શિક્ષણ બજેટની સામે હાલમાં ભારતમાં શિક્ષણ બજેટ ૪.૩૮ ટકાની આસપાસ રહે છે. જેને ખુબ વધારી દેવાની જરૂરિયાત સ્પષ્ટપણે દેખાઇ આવે છે. બિક્સ દેશોમાં સૌથી સારી સ્થિતી બ્રાઝિલમાં રહેલી છે. બ્રાઝિલ દ્વારા શિક્ષણમાં બજેટ કુલ જીડીપીના ૬.૨૪ ટકાની આસપાસ છે. અન્ય દેશોની વાત કરવામાં આવે તો દક્ષિણ આફ્રિકામાં શિક્ષણ બજેટ ૫.૯૪ ટકા, ચીનમાં ૪.૨૨ ટકા, રશિયામાં ૩.૮૨ ટકા બજેટ છે. દેશના શિક્ષણના નિચલા સ્તરનો અંદાજ આ બાબતથી લગાવી શકાય છે કે દેશની ૯૨૨૭૫ સરકારી સ્કુલોમાં તો એક જ શિક્ષક તમામ વિષય ભણાવે છે. આવી જ રીતે વર્ષ ૨૦૦૯માં આરટીઇ કાનુન બન્યા બાદથી તેને લઇને પણ કેટલીક દુવિધા સ્પષ્ટપણે બનેલી છે. જેમાં છથી ૧૪ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની જોગવાઇ કરવામાં આવેલી છે. આમાં સરકારી સ્કુલ તમામ બાળકોને મફત શિક્ષણ આપશે તેવી જોગવાઇ છે. સાથે સાથે ખાનગી સ્કુલ લઘુતમ ૨૫ ટકા બાળકોને કોઇ પણ ચાર્જ વગર પ્રવેશ આપવાની પણ જોગવાઇ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here