શિક્ષક દિવસના ઉપલક્ષમાં ડો. ભદ્રાયુભાઈ વછરાજાની દ્વારા ‘‘વન્સ અ ટીચરઃ ઓલવેઝ અ ટીચર‘‘ વિષય પર સંવાદની રજુઆત

0
26
Share
Share

રવિવારના રોજ ’વન્સ અ ટીચરઃ ઓલવેઝ અ ટીચર શિર્ષક સાથે શિક્ષક તરીકેની ભૂમિકા અને વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકના મહત્વ વિષય ઉપર પ્રકાશ પાડવામાં આવશે

રાજકોટ તા.૪

જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા ઉપરાંત વાલીઓ, યુવાનોને કારકીદર્ીલક્ષી અભ્યાસ, લોકોને સામાજિક સમસ્યાઓ અને તે ઉપરાંત અનેક સમકાલીન મુદ્દાઓની ચર્ચા અને માર્ગદર્શન પુરુ પાડવાના આશયથી છેલ્લા પાંચ મહિનાથી અનેક નિષ્ણાતો અને શિક્ષણવિદોને જીનિયસ સંવાદ શ્રેણીમાં વકતવ્ય માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આગામી તા.૫ સપ્ટેમ્બર ટીચર્સ ડે તરીકે દેશભરમાં ઉજવાય છે. આ ઉજવણીના અનુસંધાને તા. ૦૬ સપ્ટેમ્બર રવિવારના રોજ ’વન્સ અ ટીચરઃ ઓલવેઝ અ ટીચર’ શિર્ષક સાથે શિક્ષકની તેમના કાર્યકાળ દરમિયાન શિક્ષક તરીકેની ભૂમિકા વિષય ઉપર પ્રકાશ પાડવા જાણીતા લેખક, ચિંતક અને શિક્ષણકાર ડો. ભદ્રાયુભાઈ વછરાજાનીને ઓનલાઈન વાર્તાલાપ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.

એક શિક્ષણવિદ તરીકે જીનિયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુશન્સના ચેરમેન  ડી.વી.મહેતા કહે છે કે શિક્ષકની એક બાળકના માનસિક વિકાસ, ચારિત્ર્ય ઘડતર તેમજ કારકીદર્ી ધડતરમાં પાયાની ભુમિકા રહેલી છે. તેઓ ફકત વિદ્યાર્થી જ નહી પરંતુ સમગ્ર સમાજને માર્ગ ચિંધાડવા માટેની અહેમ ભૂમિકા તેઓ નિભાવે છે. અત્યારના સમયમાં આવી પડેલી વૈશ્વિક મહામારીના સમયમાં પણ અવિરતપણે તકનિકની મદદથી વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પુરુ પાડતા તમામ શિક્ષકોને જેટલો બિરદાવીએ તેટલા ઓછા છે. એક આદર્શ શિક્ષકની ભૂમિકા અંગે એક શિક્ષણકાર અને એક શિક્ષક તરીકેના આદર્શ દ્રષ્ટાંતરુપ વ્યકતિત્વ એવા  ભદ્રાયુભાઇ આ વિષયને અનુરુપ વધુ સમજ આપે તે માટે તેમને ઓનલાઇન સંવાદ માટે આમંત્રીત કરાયા છે.

આ સંવાદ શ્રેણીમાં ભાગ લેવા જીનિયસ કનેકટ યુ-ટયુબ ચેનલ અથવા તો જીનિયસ ઇંગલીશ મિડિયમ સ્કૂલ કે જય ઇન્ટરનેશનલ સ્કૂલના ફેસબુક પેઇજ પર તેમજ ઇન્સ્ટાગ્રામ પરથી  રવિવારને તા. ૦૬ સપ્ટેમબરના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે જોડાય શકાશે. સંસ્થાના ચેરમેન શ્રી ડી. વી. મહેતા સર્વે જનતાને અને તમામ શિક્ષકોને આ સંવાદમાં જોડાવા અને તેનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે.        આ ઓનલાઈન સેશનના સફળ આયોજન માટે સંસ્થાના ચેરમેન  ડી. વી. મહેતા અને સીઇઓ  ડિમ્પલબેન મહેતાના માર્ગદર્શનમાં એડમિનિસ્ટ્રેટીવ અને આઇટી હેડ  પ્રમોદ જેઠવા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here