શિકારની શોધમાં રાજુલાના કાતર ગામમાં ઘુસેલા સિંહ સીસીટીવીમાં થયા કેદ

0
14
Share
Share

અમરેલી,તા.૮

શિકારની શોધમાં બે સિંહો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાતર ગામમાં ચડી આવ્યાં હતા. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કાતર ગામમાં સતત બીજા દિવસે સિંહોની લટાર જોવા મળતા ગામ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. રાજુલા તાલુકાના કાતર ગામમાં શિકારની શોધમાં નિકળેલા ૨ સિંહ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતાં. સતત બીજા દિવસે કાતર ગામમાં ૨ સિંહે લટાર મારી હતી.

જો કે અવારનવાર ગામમાં શિકારની શોધમાં આવી ચડતા સ્થાનિકોએ હાકલ પાડી અને લાઈટો કરી સિંહોને ગામની બહાર કાઢવામાં આવ્યાં હતાં. ગામમાં અવાર નવાર સિંહો આવી ચડતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મહત્વનું છે કે સિંહોને જંગલમાં પૂરતો ખોરાક ન મળતો હોવાથી ખોરાકની શોધમાં જંગલના બોર્ડર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં ચડી આવતા હોય છે. ત્યારે ગત રાતે રાજુલાના કાતર ગામમાં ૨ સિંહ આવી ચડતાં ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ ફેલાયો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here