શિકારની શોધમાં રાજુલાના એક ગામમાં ગુસ્યા સિંહ, ઘટના કેમેરામાં કેદ

0
32
Share
Share

રાજુલા,તા.૨૯
અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના કાતર ગામની પાછળ આવેલા ડુંગરાળ વિસ્તાર તરફથી સિંહો રાત્રીના સમયે ગામમાં વારંવાર શિકારની શોધમાં આવી ચડતા હોય છે. ત્યારે રાત્રીના સમયે ફરીવાર શિકારની શોધમાં આવ્યા હતા. અહીં ભટકતાં પશુઓ ગામમાં હતા ત્યારે સિંહો આવી ચડ્યા પરંતુ શિકાર કરી શક્યા ન હતાં. ભૂખ્યા સિંહો શિકાર માટે આવ્યા હતા અને પશુ સિંહોને જોઈ અહીંથી ભાગ્યા હતા. જેથી સિંહોને શિકારમાં નિષ્ફળતા મળી હતી. સમગ્ર ઘટનાક્રમ ગામની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
કાતર ગામ અને આસપાસના વિસ્તારોમાં સિંહોનો વસવાટ ખૂબ વધી રહ્યો છે, જેથી વાંરવાર ગ્રામ્ય વિસ્તાર તરફ સિંહોની લટાર જોવા મળી રહી છે. દેશની આનબાન શાન સમા ગૌરવંતા સિંહો માટે રાજ્યની સરકાર માત્ર વાતો જ કરતી હોય તેવુ લાગે છે. સિંહો હવે જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં નિવાસસ્થાન બનાવ્યું છે. સિંહોથી શિકાર થતાં નથી અને શિકારની શોધમા સિંહો ગ્રામ્ય વિસ્તારમાં સતત ભટકી રહ્યા છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here