શાહિદ કપૂરે ઈન્સ્ટાગ્રામ પર જીવનની બેલેન્સ શીટ શેર કરી

0
18
Share
Share

અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું છે સૌથી ખરાબ આદત છે ચિંતા અને કોઈને આપવું એ બાબત આનંદદાયક છે

મુંબઈ,તા.૧૨

બોલિવુડ એક્ટર શાહિદ કપૂરે આજે (૧૧ નવેમ્બર) પોતાના દિવસની શરુઆત ઈન્સ્ટાગ્રામ પર એક પ્રેરણાદાયી પોસ્ટથી કરી છે. એક્ટરે જીવનની બેલેન્સ શીટ પર પોસ્ટ મૂકી છે અને ફેન્સને પણ પ્રેમ, સંભાળ, આશા તેમજ સપનાઓ માટે પ્રેરિત કર્યા છે. શાહિદ કપૂરે પોસ્ટના કેપ્શનમાં રુમીનો મોટિવેશનલ ક્વોટ લખ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, વૂન્ડ ઈઝ ધ પ્લેસ વેર લાઈટ એન્ટર્સ યુ. એક્ટરે જે પોસ્ટ મૂકી છે, તેમાં તેણે લખ્યું છે કે, સૌથી ખરાબ આદત છે ચિંતા, સૌથી વધુ આનંદ આપે છે આપવું, સૌથી મોટુ નુકસાન આત્મસન્માન ગુમાવવું, સૌથી સંતોષજનક કામ કોઈને મદદ કરવી, સૌથી મોટી સમસ્યા જેનો અંત લાવવો જરૂરી છે ડર, સૌથી અસરકારક સ્લીપિંગ પિલ મનની શાંતિ, સૌથી ગંભીર બીમારી દલીલો કરવી, જીવનની સૌથી શક્તિ પ્રેમ, સૌથી ઘાતક કામ ગોસિપ, દુનિયાનું અતુલ્ય કોમ્પ્યુટર મગજ, ઘાતક હથિયાર જીભ, સૌથી વધુ શક્તિશાળી શબ્દો હું કરી શકું છું, સૌથી મોટી મૂડી વિશ્વાસ, સૌથી સુંદર વસ્ત્ર સ્મિત, વાતચીત માટેનું શક્તિશાળી માધ્યમ પ્રાર્થના પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે, જ્યારે તમે સપનાઓ જોવાનું બંધ કરી દો છો ત્યારે જીવનનો અંત આવી જાય છે. જ્યારે તમે માનવાનું બંધ કરો ત્યારે આશાનો અંત આવે છે. જ્યારે કાળજી રાખવાનું બંધ કરો ત્યારે પ્રેમ ખતમ થઈ જાય છે. તેથી જીવનમાં પણ આ બેલેન્સ શીટને લાગુ કરો. શેરિંગ કરવાનું બંધ કરો ત્યારે મિત્રતાનો અંત આવે છે. જર્સીના શૂટિંગમાં વ્યસ્ત, શાહિદ કપૂર તેના વર્કઆઉટ અને સ્પોર્ટ્‌સ ડ્રામાની તૈયારીઓની ઝલક શેર કરતો રહે છે. શાહિદ આ ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં કરી રહ્યો હતો પરંતુ મહામારીના કારણે આ વર્ષની શરૂઆતમાં તેને ઘરે આવવું પડ્યું હતું. ટીમે હાલમાં ફરીથી શૂટિંગ શરૂ કર્યું હકું અને ઉત્તરાખંડમાં ફિલ્મનું શિડ્યૂલ પૂરું કર્યું હતું. જર્સી આ નામથી જ બનેલી તેલુગુ ફિલ્મની રિમેક છે. જેને ગૌતમ તિન્નામુરીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં શાહિદ રિટાયર્ડ ક્રિકેટરનો રોલ પ્લે કરી રહ્યો છે. જેમાં તેની સાથે મૃણાલ ઠાકુર અને પંકજ ત્રિપાઠી પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ સિવાય શાહિદ કપૂર બોક્સર ડિંગ્કો સિંહની બાયોપિકમાં કામ કરશે તેવી ચર્ચા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here