શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ નિર્ણય કરીશુઃ નીતિન પટેલ

0
19
Share
Share

ગાંધીનગર,તા.૧૫

દેશભર સહિત ગુજરાતમાં હાલ કોરોનાના સંક્રમણના કારણે શાળા-કોલેજો બંધ જોવા મળી રહી છે. ત્યારે રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવાના મુદ્દે નિવેદન આપ્યું છે. ડે. સીએમ નીતિન પટેલે રાજ્યમાં શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન બાદ નિર્ણય લેવામાં આવશે. રાજ્ય સરકાર તમામ વિચારણા કરી શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય કરશે.

ગુજરાતમાં શાળાઓ શરૂ કરવાને લઇને ડે. સીએમ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. ડે. સીએમ નીતિન પટેલે કહ્યું છે કે શાળાઓ શરૂ કરવા મુદ્દે સંકલન  બાદ નિર્ણય કરીશું. રાજ્ય સરકાર તમામ વિચારણા કરી નિર્ણય કરશે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન, કોવિડની સ્થિતિના આધારે નિર્ણય લેવામાં આવશે. રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના મામલે નિવેદન આપતાં કહ્યું કે દક્ષિણ ભારતમાં ડુંગળીના પાકને નુકસાન થયું છે. ભારત સરકારે વિચારીને જ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. કોઇપણ ચીજવસ્તુઓની અછત ન સર્જાય તે સરકારની જવાબદારી છે. ભારત સરકાર ખેડૂતોના હિતને ધ્યાને રાખી યોગ્ય નિર્ણય કરશે. ઊંઝા એપીએમસી મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. ડે. સીએમ નીતિન પટેલે નિવેદન આપતાં કહ્યું કે મારી પાસે વિગતવાર માહિતી નથી. કોઇ ગેરકાયદે પ્રવૃત્તિ થી હોય તો કાર્યવાહી કરાશે. એપીએમસીમાં ખોટું થયું હશે તો આકરા પગલા લેવામાં આવશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here