શાપર નજીકથી યુવાનનું અપહરણ કરી રીક્ષા તથા રોકડની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો

0
13
Share
Share

કોટડા સાંગાણી, તા.૧
શાપરનો ઔદ્યોગિક વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવતો મેસનઅબા યુનુસ કેરૂન (ઉ.વ.૨૫) એ પોતાનામિત્ર સિંકદર શામદા, ટકો, સાહીલ સાથે ગોંડલ ચોકડીથી પેસેન્જરો ભરી કોઠારીયા સોલવન્ટમાં મુકવા ગયા હતા. જયાંથી ચારેય મિત્રોએ ગોંડલ ચોકડી થી પુનિતનગર ટાંકા પાસે દેશી દારૂના ધંધાથી પાસે દારૂ લઈ ઢોલસ ગામની સીમમાં પીવા માટે ગયા હતા. જયા ચારેય શખ્સોએ દારૂની મહેફીલ માંણી હતી. બાદમાં નશાની હાલતમાં રહેલા સિકદર શામદા, ટકો તથા સાહીલે કાવતરુ રચી બકરી ઈદની ઉજવણી કરવા માટે તેના મિત્ર મેસનઅવા કેરુનને વૃક્ષ સાથે બાંધી દઈ તેના ખીસ્સામાંથી રૂ. ૧૦ હજારની રોકડ, મોબાઈલ, રીક્ષાની લુંટ ચલાવી ધોકા પાઈપથી ફટકાર્યા બાદ ગળાચીપ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્રણેય નશાખોરી મિત્રોની ચગુલમાંથી જેમ તેમ કરી રીક્ષા ચાલક મુસ્લીમ યુવાને નાશી જસ ઢોલરા ગામના પાટીયા પાસે પહોંચી અન્ય રીક્ષા ચાલકની મદદથી ગોંડલ ચોકડી પાસે પહોંચ્યો હતો જયાં મુંઢમારથી બેભાન થઈ યુવક ઢળી પડતા સ્થાનીક લોકોએ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સીવીલ હોસ્પિટલ ખસેડયો હતો. જયા તબીબી સારવાર મેળવી ત્રણેય મિત્રો સામે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે બનાવઅંગે તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પરસોત્તમ રાઠવાએ વધુ તપાસ હાથ ધરી છે. મુસ્લીમ યુવાને ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે પોતે શાપરમાં રહી રીક્ષા ડ્રાઈવીંગ કરી છે. બકરીઈદના તહેવાર નીમીતે તેની પત્ની કરીશ્મા પ્રેગન્ટ હોવાથી અમરેલીમાં માવતરે છે. તેની ડીલીવરી અર્થે મિત્ર પાસે રૂ.૧૦ હજાર ઉછીના લીધા હતા. જે પૈસા તેના ત્રણેય મિત્રોએ ધોકાથી ફટકારી અને છરીની અણીએ લુંટી લઈ ધમકી આપી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here