શાપરઃ શ્રમિકનો કારખાનામાં ફાંસોખાઈ આપઘાત

0
18
Share
Share

કોટડા સાંગાણી, તા.૨

શાપર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં કામ કરતા પારડી ગામના શ્રમિકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ પારડી ગામે રહેતો શાપર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં મંજુરી કામ કરતા  જયસુખ દેવરાજ જામોડ (ઉ.વ.૩૦) એ પંખામાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. બનાવ અંગે જાણ થતાં શાપર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટે એ.એમ.મકવાણાએ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here