શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં કાશ્મીર જેવા દ્ધિપક્ષી મુદ્દા ઉઠાવવામાં ન આવે

0
19
Share
Share

ન્યુ દિલ્હી,તા.૧૩

પરંપરાગત મિત્ર રશિયાએ ફરી એકવાર ખુલીને ભારતનો સાથ આપ્યો છે. રશિયાએ ભારતની એ વાતનું સમર્થન કર્યું હતું કે, શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં કાશ્મીર જેવા દ્વિપક્ષીય મુદ્દા ના ઉઠાવવામાં આવે. રશિયાએ પાકિસ્તાનને રોકડું પરખાવતા કહ્યું હતું કે, આમ કરવું સંગઠનના મૂળ સિદ્ધાંતોની વિરૂદ્ધ છે.

એસસીઓની મંગળવારે યોજાયેલી વર્ચુઅલ સમિટમાં સંબોધન કરતા પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, એસસીઓની બેઠકમાં બીનજરૂરી રીતે દ્વિપક્ષીય મુદ્દા ઉઠાવવાનો પ્રયાસ સંગઠનના મૂળ સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. પીએમ મોદીનો ઈશારો સ્પષ્ટ રીતે પાકિસ્તાન તરફ હતો. થોડા દિવસ પહેલા પાકિસ્તાને એસસીઓની બેઠકમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો.

રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબૂશ્કીને મીડિયા બ્રિફિંગમાં કહ્યું હતું કે, એસસીઓના ચાર્ટરમાં એ વાત સ્પષ્ટ રૂપે કહેવામાં આવી હતી કતી કે બેઠકના એજંડામાં દ્વિપક્ષીય મુદ્દાઓના ના ઉઠાવવામાં આવે. અમે તમામ સભ્ય દેશોને પણ સ્પષ્ટ કર્યું છે કે, બહુપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપતી આ બાબતોથી બચવુ જોઈએ.

રશિયાના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને સવાલ કર્યો હતો કે, શું એસસીઓના અધ્યક્ષ હોવાના નાતે તેને પાકિસ્તાન સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો? રોમન બાબૂશ્કિને કહ્યું હતું કે, જ્યાં સુધી ભારત-પાકિસ્તાન વિવાદનો સવાલ છે ત્યાં સુધી અમારૂ વલણ એકદમ સ્પષ્ટ છે. અમને આશા છે કે, ભવિષ્યમાં આ પ્રકારની ઘટનાઓ નહીં ઘટે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here