શહેર ભાજપ દ્વારા…. રાજકોટ મહાપાલિકાની ચુંટણી સંદર્ભે ૨૫મીએ વોર્ડ નં.૧ થી ૧૮ ની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે

0
36
Share
Share

ચાર ઝોનમાં પ્રદેશ નિયુક્ત નિરીક્ષકો ઉમેદવારને સાંભળશે

રાજકોટ, તા.૨૧

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત યાદીમાં જણાવેલ છે કે પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર રાજકોટ સહીતની છ મનપાની ચુંટણી અંતર્ગત આ ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંભવિત ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે રાજકોટ મહાનગરમાં પ્રદેશ ભાજપ તરફથી એક ઝોનમાં ત્રણ નીરીક્ષકોની પેનલ સંભવીત ઉમેદવારોને વોર્ડવાઈઝ સાંભળશે. આ અંતર્ગત વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે આગામી તા.૨૫/૧ ને સોમવારના રોજ રાજકોટ મહાનગર ખાતે શહેર ભાજપ દ્વારા વહેલી સવારથી જ શહેરના તમામ વોર્ડના કાર્યકર્તાઓને તબક્કાવાર પ્રદેશ નિયુક્ત નીરીક્ષકો દ્વારા ૪ ઝોનમાં સંભવીત ઉમેદવારો અને કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે. જેમાં વોર્ડ નં.૧,૨,૩ અને ૭ માટે ભાજપ કાર્યાલય ખાતે પુષ્પદાનભાઈ ગઢવી, ગીરીશભાઈ શાહ, જાગૃતીબેન પંડયા તેમજ વોર્ડ નં.૪,૫,૬ અને ૧૫ માટે પટેલ વાડી ખાતે નરહરીભાઈ અમીન, માધાભાઈ બોરીચા, નીમુબેન બાંભણીયા સાંભળશે. તેમજ વોર્ડ નં.૮,૯,૧૦,૧૧ અને ૧૨ માટે હરીહર હોલ ખાતે મહેન્દ્રસિંહ સરવૈયા, દિલીપભાઈ ત્રિવેદી, આદ્યશક્તિબેન મજમુદાર સાંભળશે. તેમજ વોર્ડ નં.૧૩,૧૪,૧૬,૧૭ અને ૧૮ માટે રાણીંગા વાડી ખાતે બાબુભાઈ બોખીરીયા, ભરતસિંહ ગોહીલ અને બીજલબેન પટેલ સાંભળશે. તે માટે શહેર ભાજપ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. આમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતુ.

રાજકોટ : વિધાનસભા ૭૦ નાં ભાજપ કાર્યકર્તાઓનું આજે સંમેલન

અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૩૦ હજારથી વધુ પેજ સમિતિનાં આઈકાર્ડ અર્પણ કરાશે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક યાદીમાં જણાવેલ છે કે શહેર ભાજપ દ્વારા વિધાનસભાવાઈઝ પેજપ્રમુખ-પેજસમિતિના આઈકાર્ડ વિતરણ સમારોહ યોજાઈ રહયા છે તે અંતર્ગત આવતીકાલે તા.૨૨/૧ ના શુક્રવારે સાંજે ૫.૩૦ કલાકે પી.ડી.એમ. કોલેજ ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અઘ્યક્ષસ્થાને અને પ્રદેશ ભાજપ મહામંત્રી અને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વિધાનસભા-૭૦ ના કાર્યકર્તાઓને પેજપ્રમુખના કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાશે ત્યારે વધુમાં કમલશે મિરાણીએ જણાવેલ કે પેજપ્રમુખ-પેજસમિતિ કામગીરીમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટ શહેર ભાજપ પ્રથમ આવેલ છે અને પેજસમિતિ કામગીરી થકી ભાજપનો કાર્યકર્તા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ લોકહીતકારી યોજનાઓની માહિતી જન-જન સુધી પહોંચાડશે ત્યારે આગામી મનપાની ચૂંટણીમાં શહેરની તમામ ૭૨ બેઠકો પર કેસરીયો છવાઈ જશે એ તે નિશ્ચિત છે ત્યારે આવતીકાલે તા.૨૨/૧ ના રોજ પીડીએમ કોલેજ ખાતે યોજાનાર સંમેલનમાં વિધાનસભા-૭૦ ના વોર્ડ નં.૭ (પાર્ટ), ૮ (પાર્ટ), ૧૩,૧૪,૧૭,૧૮(પાર્ટ)ના અંદાજે ૩૦ હજારથી વધુ પેજસમિતિના આઈકાર્ડ અર્પણ કરાશે. એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવેલ હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here