શહેરમાં લૂંટની મોસમ ફૂલ બહારમાં, ચાંગોદરમાં ૪૪.૫૦ લાખની વધુ એક લૂંટ

0
17
Share
Share

અમદાવાદ,તા.૯

ગુજરાતની શાન સમા મેગાસીટી અમદાવાદમાં શહેરનાં વિકાસની સાથે સાથે ક્રાઇમ રેટનો પણ જબરો વિકાસ થયો હોવાનું આમ તો અવારનવાર નોંઘવામાં આવે જ છે. મારામારી – અપહરણ – દારુ અને ડ્રગ્સ – હથિયારની હેરાફેરી – ખૂન અને લૂંટ સહિત રેપ અને મહિલા વિરોધી અપરાધોમાં પણ અમદાવાદ ગુજરાતમાં અવ્વલ જ છે. પરંતુ છેલ્લે થોડા દિવસથી અમદાવાદમાં લૂંટની મોસમ ફૂલ બહારમાં જોવામાં આવી રહી છે અને ફૂલબહાર લૂંટની મોસમમાં જાણે લૂંટારુઓ ખિલ્યા હોય તેવી રીતે રોજરોજ એક વિસ્તારમાં એક લૂંટની ઘટના નોંઘવામાં આવી રહી છેે. આજે ફરી શહેરનાં એક વિસ્તામાં લૂંટની ઘટના ઘટી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ચાંગોદરમાંથી વધુ એક લૂંટ ઘટના સામે આવી છે. લૂંટારુઓ દ્વારા ૪૪ લાખ ૫૦ હજારની લૂંટની ઘટનાને સફળ અંજામ આપવામાં આવ્યો છે. શહેરનાં ચાંગોદર રેલવે ફાટક ૩ શખ્સોએ લૂંટ ચલાવી અને કોન્ટ્રાક્ટરને માર મારી અધધધ રકમ ઉડાવી ગયાની ઘટના સામે આવતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

૩ શખ્સોએ ચલાવી લૂંટ આબાદ રીતે ફરાર થઇ જતાની સાથે જ જો કે, પોલીસ પણ એકશનમાં આવી અને પોલીસે બે આરોપીઓની અટકાયત કરી છે. ત્વરિત એકશનમાં આવેલી પોલીસ દ્વારા મોટાભાગનો મુદ્દામાલ રિકવર પણ કર્યો છે. લૂંટનાં મામલામાં ચાંગોદર અને એલસીબી પોલીસની કાબિલે તારીફ સંયુક્ત કામગીરી જોવામાં આવી છે. જો કે, પાછલા ઘણા દિવસથી શહેરમાં થઇ રહેલી લૂંટની ઘટનાઓમાંની તમામ ઘટનામાં પોલીસની કામગીરી ત્વરિત અને સતર્ક રહેતા તમામ આરોપી અને લૂંટનો માલ હસ્તગત થયો હોવનું સામે આવી રહ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here