શહેરમાં મતદારોને મનાવવા ગયેલાં ભાજપના ધારાસભ્ય અને ઉમેદવારોને પાટીદારોએ ભગાડ્યા

0
23
Share
Share

અમદાવાદ,તા.૨૨
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીના મતદાન દરમિયાન પૂર્વના ઠક્કરનગર વોર્ડના ભાજપના ઉમેદવાર દિક્ષિત પટેલ તથા ભાજપના સિનિયર નેતા અને ધારાસભ્ય વલ્લભ કાકડિયાને પાટીદારોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઓછું મતદાન થતાં મતદારોને મનાવવા ગયેલાં આ બંને આ આગેવાનોને પાટીદારોએ ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા. ઓછું મતદાન થતાં મતદાન વધારવા માટે ભાજપના ટોચના નેતાઓની સૂચનાને પગલે બાપુનગર પાસે આવેલાં ઠક્કરબાપાનગર વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય કાકડીયા તેમજ આ વોર્ડના ઉમેદવાર મોટા ઉપાડે સરદાર ચોકમાં આવેલાં યોગેશ્વર એપાર્ટમેન્ટમાં તેમજ શ્રી રામ ચોકમાં આવેલાં ઓકલેન્ડ ફ્લેટમાં ગયા હતા.
બંને નેતાઓએ ગાડીમાંથી ઉતરીને અહીના લોકોને અપીલ કરી હતી. લોકોએ તેમની કોઈ વાતને ધ્યાનમાં લીધી નહોતી. એટલું જ જ નહીં બંનેને સંભળાવી દીધું હતું કે ભૂતકાળમાં અને અત્યારે પણ તમારા નેતાઓએ પાટીદારોની ઘોર અવગણના કરી છે. પાટીદારોનું અપમાન કર્યું છે. તમારે અમારી સોસાયટીમાં મત માગવવા આવવાનું નથી.
બીજી બાજુ ધારાસભ્ય કાકડીયા પોતે પાટીદાર હોવાથી લોકોને સમજાવવા દલીલો શરૂ કરતાં લોકો વધુ ઉશ્કેરાયા હતા. સ્થિતિ વણસી રહી હોવાનું લાગતાં જ ભાજપના આ ધારાસભ્ય તેમજ ઉમેદવાર રીતસરના કારમાં બેસીને ભાગી ગયા હતા. બે સોસાયટીમાં પ્રજા દ્વારા આવો જાકારો મળ્યા બાદ તેઓ અન્ય કોઈ સોસાયટીમાં વધુ મતદાન કરવા માટે લોકોને સમજાવવા ગયા ન હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here