શહેરમાં જાહેર માર્ગો પર અને ચા-પાનના ધંધાર્થીઓને ત્યાં કડક કાર્યવાહી

0
14
Share
Share

રાજકોટ તા ૧૫

સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુર્ત જ દબાણ હટાવ શાખા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આજ તા. ૧૫-૦૯-૨૦૨૦ ના રોજ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૩૪ આસામીઓ પાસેથી રુપિયા ૩૪,૦૦૦/- અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૦૩ ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રુપિયા ૦૬,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ, કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આજે જેની સામે પગલાં લેવાયા છે તેમાં જય દ્વારિકાધીશ ટી સ્ટોલ – આનંદ બંગલા ચોક, મોમાઈ ટી સ્ટોલ – જવાહર રોડ અને દ્વારિકાધીશ ટી સ્ટોલ – સહકાર રોડનો સમાવેશ થાય છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here