શહનાઝના ગળામાં મંગળસુત્ર અને માંગમાં સિંદુરથી લગ્નની અટકળો થઇ તેજ

0
33
Share
Share

મુંબઈ,તા.૨

બિગ બોસ ૧૩નો વિજેતા અને ટીવી ઇન્ડસ્ટ્રીનો પ્રખ્યાત અભિનેતા સિધ્ધાર્થ શુક્લા ઘણી વાર ચર્ચામાં રહેતો જોવા મળે છે. સિદ્ધાર્થ અને પંજાબની કેટરિના કૈફ શહનાઝ ગિલની મિત્રતા પણ ચર્ચામાં રહે છે. આજે પણ ચાહકોમાં તે બંનેની કેમેસ્ટ્રીને ખૂબ પસંદ કરવામાં આવે છે. શોમાં અને શોની બહાર પણ શહનાઝે ઘણી વખત સિદ્ધાર્થ શુક્લા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે, પરંતુ સિદ્ધાર્થ તરફથી આવો કોઈ પ્રતિસાદ મળ્યો નથી. બંનેના અફેરના અહેવાલો પણ ઘણી વખત વાયરલ થતાં રહે છે. પરંતુ સિદ્ધાર્થ અને શહનાઝે ક્યારેય તેમના સંબંધની પુષ્ટિ કરી નથી.

ત્યારે આ બધાની વચ્ચે સિદ્ધાર્થ અને શહનાઝનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ફોટામાં કંઈક એવું જોવા મળી રહ્યું છે કે બંનેના ચાહકોએ તેમના લગ્નની અટકળ શરૂ કરી દીધી છે . કહેવામાં આવી રહ્યું છે કે ગુપ્ત રીતે બંન્નેએ લગ્ન કરી લીધા છે. આ ફોટામાંમંગળસૂત્ર અને સિંદૂર જોવા મળી રહ્યા છે. શહનાઝ ગિલની માંગમાં સિંદુર જોઈને અભિનેત્રીએ સિદ્ધાર્થ શુક્લા સાથે લગ્ન કરી લીધાના સમાચાર વહેતા થયા છે. ફોટામાં સિદ્ધાર્થ શુક્લા એક સેલ્ફી ક્લિક કરતો જોવા મળી રહ્યો છે.

આ એક ફેનમેઇડ ફોટો છે. જે હવે વાયરલ થઈ રહ્યો છે. ફોટો વાયરલ થયાં હવે દરેક જણ પૂછી રહ્યું છે કે શું બંનેના લગ્ન થયા છે. સિદ્ધાર્થ અને શહનાઝનો આ ફોટો જોઇને તેના ચાહકો ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે હાલમાં સિદ્ધાર્થ શુક્લા શહનાઝ ગિલના જન્મદિવસ પર પણ તેના ઘરે જોવા મળ્યો હતો. જ્યાં તેણે શહનાઝ સાથે ખૂબ મસ્તી કરી અને તેને પૂલમાં પણ ફેંકી દીધી હતી. ત્યારે હવે આ લગ્નના સમાચારે ફરી એકવાર જોર પકડ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here