શરમજનકઃ દિલ્હીમાં ૮૦ વર્ષની વૃદ્ધ મહિલા પર ૩૩ વર્ષના યુવકે દુષ્કર્મ આચર્યુ

0
36
Share
Share

ન્યુ દિલ્હી,તા.૯

દિલ્હીના છાવલા વિસ્તારની એક શર્મનાક ઘટના સામે આવી છે. અહીં ૮૦ વર્ષની વૃદ્ધ મહિલા સાથે ૩૩ વર્ષના યુવકે દુષ્કર્મ કર્યું છે. પીડિતાએ તેને પોતાની ઉંમરની વાત કરીને પણ છોડવા કહ્યું હતું. પરંતુ આરોપીએ મહિલાને છોડી નહતી. મહિલાએ વધારે વિરોધ કરતાં આરોપીએ તેની સાથે મારઝૂડ પણ કરી હતી. આ દરમિયાન ગામના અમુક લોકોને શંકા થતાં તેમણે આરોપીને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો.

છાવલા પોલીસ સ્ટેશને વૃદ્ધાનો મેડિકલ ટેસ્ટ કરાવીને દુષ્કર્મ અને મારઝૂડનો કેસ નોંધી લીધો છે અને આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી પમ્બલરનું કામ કરતો હતો. છાવલામાં રહેતી ૮૦ વર્ષની મહિલા તેના ઘરની બહાર સાંજે દૂધ વાળાની રાહ જોતી હતી. આ દરમિયાન આરોપી સોનુએ વૃદ્ધા પાસે જઈને કહ્યું હતું કે, આજે દૂધ વાળો નથી આવવાનો, તો ચલો હું તમને દૂધ લેવા લઈ જઉં. સોનુ વૃદ્ધાને લઈને રેવલા ખાનપુર પહોંચ્યો હતો. ત્યાં સોનુએ સુનસાન જગ્યા પર મહિલા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો હતો. વૃદ્ધા વારંવાર આરોપીને પોતાની ઉંમરની વાત કરતી હતી પણ આરોપી કઈ જ સાંભળવા તૈયાર નહતો.

મહિલાની ચીસોનો અવાજ સાંભળીને અમુક ગામના લોકોને શંકા થઈ હતી. ગામના લોકો ઘટના સ્થળે પહોંચીને આરોપીને પકડી લીધો હતો અને તેને ઢોર માર માર્યો હતો. ત્યારપછી ગામના લોકોએ આરોપીને પોલીસને સોંપી દીધો હતો.

દિલ્હી મહિલા આયોગ સ્વાતી માલીવાર અને સભ્ય વંદના સિંહે વૃદ્ધાના ઘરે જઈને તેમની મુલાકાત કરી હતી. સ્વાતી માલીવાલે જણાવ્યું કે, જ્યારથી આયોગના સભ્યને ઘટનાની માહિતી મળી છે ત્યારથી તેઓ મહિલાની મદદમાં છે. સ્વાતી માલીવાલે કહ્યું કે, અહીં ૬ મહિનાની બાળકીથી લઈને ૮૦ વર્ષની વૃદ્ધા સુધી કોઈ સુરક્ષિત નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here