શનિવારે જૂનાગઢનાં મહેમાન બનશે મુખ્યમંત્રી રૂપાણી

0
26
Share
Share

મુખ્યમંત્રીનાં આગમન પૂર્વે તંત્ર દ્વારા આગોતરૂ  આયોજન, તૈયારી જોરશોરથી ચાલુ

જુનાગઢ તા. ૨૨

શનિવારના  રોજ ગુજરાતના મુખ્યમંત્રી  વિજયભાઈ રુપાણી જૂનાગઢના મહેમાન બની જૂનાગઢ પીટીસી ગ્રાઉન્ડ તથા ભવનાથ રોપ વે ખાતે ઉદૃઘાટન કરવાના છે, ત્યારે જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા અત્યારથી  બંદોબસ્ત અંગે આગોતરું આયોજન કરી, બંદોબસ્ત ગોઠવાનીની તૈયારી આરંભી દેવામાં આવી છે.જૂનાગઢ જિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ ખાતેના તમામ કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, બંદોબસ્ત દરમિયાન શુ શુ કાળજી રાખવાની થાય છે, એ બાબતે સુચનાઓ કરવામાં આવી છે. આજથી મુખ્યમંત્રીના કાર્યક્રમના દિવસ સુધી સતત વાહન ચેકીંગ ઉપરાંત હોટલ ધાબા, ગેસ્ટ હાઉસના ચેકીંગ હાથ ધરી, શંકાસ્પદ માણસોનું તેમજ વાહનનું ખાસ ચેકીંગ હાથ ધરી, આઇડેન્ટિ પૃફની ચકાસણી કરવાનું શરુ કરવામાં આવેલ છે. હોટલ તથા ગેસ્ટ હાઉસમાં ઉતરતા લોકોના આઇડેન્ટિ પ્રુફ ચકાસણી કરી, કોઈ શંકાસ્પદ ઇસમ કે ગેર કાયદેસર મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના અપાઇ છે.  ખાસ કરીને ભવનાથ વિસ્તારની ધર્મશાળાઓ, હોટલો, ઉતારાઓ તથા પ્રવાસીઓનું પણ ખાસ ચેકીંગ તેમજ ગિરનાર પર્વત પર પણ ચેકીંગ તેમજ મંદિર અને જગ્યાઓની માહિતી મેળવી, વેરીફિકેશન શરુ કરવામાં આવેલ છે. ઉપરાંત, રુટ ઉપર પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. દરમિયાન આજે જિલ્લા પોલોસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી, પ્રોબે. આઇપીએસ વિશાખા ડબરાલ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, સી ડિવિઝન પીએસઆઇ કે.એ.ડાંગર, ભવનાથ પોલોસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, સહિતના અધિકારીઓ તથા સ્ટાફ સાથે કાર્યક્રમ સ્થળની વિઝીટ કરી, જડબેસલાક બંદોબસ્ત ગોઠવણી બાબતે સુચનાઓ કરવામાં આવેલ હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here