શંકા રાખનાર પતિએ પત્ની ઉપર ગરમ પાણી રેડી દીધું

0
23
Share
Share

પત્ની પિતા સાથે વાત કરતી હતી ત્યારે પતિ તેને જોઈ ગયો, પત્ની કોની સાથે વાત કરે છે તે બાબતે શંકા ઉપજી

અમદાવાદ,તા.૪

અમદાવાદ શહેરમાં પતિ-પત્નીનો વિચિત્ર ઝઘડો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. વાત એમ છે કે ગોમતીપુરમાં રહેતી એક મહિલા  તેના પિતા સાથે વાત કરતી હતી. તે સમયે તેને પતિએ ઠપકો આપ્યો હતો અને કોની સાથે વાત કરે છે તેમ કહ્યું હતું. બાદમાં ઝઘડો થતાં પતિએ પત્ની પર ગરમ પાણી રેડી દેતા મહિલાની ચામડી બળી ગઈ હતી. સમગ્ર મામલે મહિલાએ પતિ સામે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી છે. ગોમતીપુરમાં રહેતી ૩૭ વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે. તે તેના પિતા સાથે વાત કરતી હતી ત્યારે તેનો પતિ તેને જોઈ ગયો હતો. પતિને તેની પત્ની કોની સાથે વાત કરે છે તે બાબતે શંકા ઉપજી હતી. સામાન્ય એવી આ બાબતના કારણે પતિ-પત્નીના લગ્ન જીવનમાં પલીતો ચંપાઈ ગયો છે. જેથી મહિલાએ તે તેના પિતા સાથે વાત કરે છે તેવું જણાવ્યું હતું. પરંતુ તેમ છતાં તેના પતિને શંકાઓ હતી એટલે તેને ગાળો બોલવા લાગ્યો હતો.જેથી પતિ ને ગાળો બોલવાની ના પાડતાં તેણે નહાવા માટે બાથરૂમમાં મૂકેલું ગરમ પાણી લઈ આવી પાછળથી શરીર ઉપર નાખ્યું હતું. ગરમ પાણી શરીરના કેટલાક ભાગો પર પડતાં આ મહિલા ની શરીરની ચામડી બળી ગઈ હતી. જેથી મહિલાએ આ પ્રકાર નો ત્રાસ આપનાર પતિ સામે ફરિયાદ આપતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પતિ-પત્નીના ઝઘડાઓમાં વર્ષોથી મહિલાઓ પર ત્રાસની ઘટનાઓ સામે આવતી જોવા મળે છે, આવી ઘટનાઓમાં આજે એક નવો ઉમેરો થયો છે. જોકે, સમગ્ર હકિકત તો તપાસના અંતે જ જાણવા મળશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here