વ્હીલચેર બેઠેલા કપિલ શર્માએ પત્રકાર સાથે ખરાબ વર્તન કરતા વિવાદ વકર્યો

0
19
Share
Share

મુંબઈ,તા.૨૩

કોમેડી કિંગ કપિલ શર્માં સોમવારે એરપોર્ટ પર વ્હિલ ચેર પર જોવા મળ્યાં હતા. મીડિયા કર્મીએ જ્યારે તેમની તબિયત વિશે સવાલ કર્યો તો કપિલ શર્માએ અપશબ્દ કહ્યો હતો. શું છે મામલો જાણીએ કોમેડિયન કપિલ શર્માંનો શો હાલ બંધ થઇ ગયો છે. સોમવારે કપિલ શર્માં મુંબઇ એરપોર્ટ પર વ્હિલ ચેર પર જોવા મળ્યાં હતા. તેમને આવી સ્થિતિમાં જોઇને તેમના ફેન્સ ચિંતામાં પડી ગયા છે. ફેન્સ જાણવા ઇચ્છે છે કે, તેમને શું થયું છે.

કોમેડિયન કપિલ શર્મા જ્યારે એરપોર્ટની બહાર આવ્યાં તો તેઓ વ્હિલ ચેર પર હતા. તેમની તબિયત વિશે કોઇ સમાચાર પહેલા આવ્યા નથી અને અચાનક જ તેઓ વ્હિલ ચેરમાં જોવા મળતાં લોકો અચંબિત થયા હતા. આ સમયે એરપોર્ટ પર મોજૂદ મીડિયા કર્મીએ તેની તબિયત વિશે સવાલ કર્યાં હતા પરંતુ કપિલ શર્માંએ કેમેરામેન સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને તેને અપશબ્દ પણ કહ્યાં હતા.

આટલું જ નહીં તેમણે ત્યાંથી ચાલ્યા જવા પણ કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. કપિલ શર્માના મીડિયા કર્મી સાથેના ઉદ્ધત વર્તનના કારણે તેઓ ફરી વિવાદમાં સપડાયા છે. કપિલ શર્માં થોડા સમય પહેલા બીજા બાળકને પિતા બન્યા છે. આ દરમિયાન તેમની વ્હિલ ચેર પરની તસવીરથી અનેક અટકળો સેવાઇ રહી છે. મીડિયા કર્મી સાથે ખરાબ વર્તન અને અપશબ્દો બોલ્યાનો વીડિયો મીડિયા કર્મીને ડિલિટ કરવા કપિલ શર્માએ કહ્યું હતું જો કે તે પહેલા મીડિયા કર્મીએ વીડિયો વાયરલ કરી દીધો. આ મુદ્દે કપિલ શર્મા ફરી એકવાર વિવાદમાં સપડાયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here