વ્હાઇટ હાઉસ છોડતા પહેલાં ટ્રમ્પે નવા રાષ્ટ્રપતિ બાઇડનને ચિઠ્ઠી લખી

0
23
Share
Share

વોશિંગ્ટન,તા.૨૧

ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકામાં સત્તા હસ્તાંતરણની તમામ પરંપરાઓ નિભાવી નથી. ટ્રમ્પ ના તો જો બાઇડેનના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થયા અને ના તો તેમને મળીને અભિનંદન પાઠવ્યા. પરંતુ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડતા પહેલાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડેન માટે ખુલ્લા દિલથી એક ચિઠ્ઠી ચોક્કસ લખી છે. બાઇડેને ખુદ તેની માહિતી આપી છે.

ઓવલ ઓફિસમાં પહેલાં દિવસે કેટલાંય આદેશો પર હસ્તાક્ષર કર્યા બાદ બાઇડેને પત્રકારો સાથે વાતચીત કરી. બાઇડેને કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ખુલ્લા દિલથી મને એક ચિઠ્ઠી લખી છે. જો કે બાઇડેન એ કહ્યું કે ટ્રમ્પે ચિઠ્ઠીમાં શું લખ્યું છે તેની માહિતી તેઓ અત્યારે કોઇને આપી શકે તેમ નથી. બાઇડેને કહ્યું કે આ ખાનગી વાતચીત છે આથી ટ્રમ્પ સાથે વાત કર્યા વગર તેઓ ચિઠ્ઠીને લઇ વધુ કંઇ કહેશે નહીં.

ટ્રમ્પના એક વરિષ્ઠ સહયોગીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે આ ચિઠ્ઠીમાં દેશ અને નવા વહીવટીતંત્રની સફળતા માટે પ્રાર્થના કરાઇ છે. સૂત્રોએ કહ્યું કે ટ્રમ્પની ઓવલ ઓફિસમાં છેલ્લી રાત્રે કરાનાર કામોની યાદીમાં બાઇડેનને ચિઠ્ઠી લખવાનું પણ સામેલ હતું.

અમેરિકામાં એક આધુનિક પરંપરા છે કે વિદાય થઇ રહેલા રાષ્ટ્રપતિ નવા રાષ્ટ્રપતિ માટે ઓવલ ઓફિસમાં એક ચિઠ્ઠી છોડીને જાય છે. જો કે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા બાદ બાઇડેનને લખેલી ચિઠ્ઠી અંગે કોઇ ઉલ્લેખ કર્યો નથી.

એક સૂત્રએ કહ્યું કે ટ્રમ્પે જો બાઇડેનને લખેલી ચિઠ્ઠી તેમણે પોતાના કેટલાંય સહયોગીઓને દેખાડી નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જનર જેન સાકી એ બુધવાર મોડી રાત્રે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ચિઠ્ઠીને લઇ પ્રશ્ન કરાયો તો તેમણે તેના પર ટિપ્પણી કરવાની ના પાડી દીધી. જેન એ કહ્યું હતું જેવું બાઇડેને કહ્યું કે આ એક પ્રાઇવેટ નોટ છે અને તેમાં ઘણી સારી વાતો લખાઇ છે. જો કે બાઇડેન એ ટ્રમ્પ સાથે વાત કર્યા વગર તેને બતાવાની ના પાડી દીધી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here