વોર્મઅપ મેચમાં મારી આંખોની સામે જ બોમ્બ ધમાકામા ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતોઃ સાદિક

0
16
Share
Share

નવી દિલ્હી,તા.૨૪

દરેક ક્રિકેટરનું નસીબ વિરાટ કોહલી, એમએસ ધોની અને સચિન તેંડુલકર જેવું નથી હોતું. આ ખેલાડીઓને લોકોનો એટલો પ્રેમ મળ્યો છે કે આ ખેલાડીઓ ધન અને ખ્યાતિના માલિક થયા છે. પરંતુ અમુક ખેલાડીઓ એવા પણ છે જેમને લોકપ્રિયતા તો છોડો પરંતુ અમુક લોકો તેમના જીવના દુશ્મન બની જાય છે. તેમના પર આતંકી હુમલા થાય છે અને બોમ્બ ફેંકવામાં આવે છે. એવા જ એક ક્રિકેટરે બધાને હચમચાવે એવો ખુલાસો કર્યો છે. આપને જણાવી દઈએ કે આ ખેલાડીનું નામ છે કરીમ સાદિક,

જેને એક વીડિયો ઇન્ટરવ્યૂમાં ક્રિકેટ છોડવાનું કારણ જણાવ્યું. મીડિયા રિપોર્ટ મુજબ સાદિકે કહ્યું કે વર્ષ ૨૦૧૮માં અફઘાનિસ્તાનમાં રમઝાન કપનું આયોજન થવાનું હતું. રમઝાનથી પહેલા વોર્મઅપ મેચ ચાલી રહી હતી. પરંતુ આ વોર્મઅપ મેચ દરમિયાન સ્ટેડિયમમાં એક પછી એક કેટલાય ધમાકા થયા જેમાં ૮ લોકોના મોત થયા અને ૪૫ લોકો ઘાયલ થયા હતા. અફઘાનિસ્તાની ક્રિકેટર કરીમ સાદિક પણ એ મેચમાં રમી રહ્યો હતો. રિપોર્ટ પ્રમાણે સાદિકે વધુમાં કહ્યું કે,‘વોર્મઅપ મેચમાં જ્યારે હું ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે મારી આંખોની સામે જ બોમ્બ ધમાકો થયો.

આંતકીઓએ મારી તરફ પણ બોમ્બ ફેંક્યો હતો. મેં જોયું લોકો ચારેકોર દોડી રહ્યા હતા. મેં ઇજાગ્રસ્ત લોકોને બચાવવાની કોશિશ કરી. પરંતુ જ્યારે હું ગેટ પાસે ગયો તો જોયું કે એક પછી એક કેટલાય ધમાકા થયા છે. પછી મે ઘાયલ લોકોને હોસ્પિટલ લઈ જવા મદદ કરી. આ ધમાકામાં મે મારા બાળપણના મિત્રોને ગુમાવ્યા હતા. તે દિવસ બાદથી મેં ક્રિકેટ રમવાનું છોડી દીધું.’ રિપોર્ટ મુજબ સાદિક એક ઓલરાઉન્ડર છે જેને અફગાનિસ્તાન માટે ૨૨ વન ડેમાં ૨ સદીની મદદથી ૪૭૫ રન બનાવ્યા. સાથે ૩૬ ટી૨૦ મેચોમાં ૫૩૮ રનોનું યોગદાન આપ્યું.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here