વોર્નરને ૧૩ રને આઉટ કરી અશ્વિને બનાવ્યો રેકોર્ડ

0
21
Share
Share

સિડની,તા.૯

ભારત અને ઓસ્ટ્રેલિયા  વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં ૨૪૪ રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને  ૯૪ રનની લીડ મળી હતી. આ ઈનિંગમાં ભારતના ત્રણ બેટ્‌સમેનો રન આઉટ થયા હતા.  પુજારાએ  લડાયક  ૫૦ રન બનાવ્યા હતા. પુજારાએ તેના ટેસ્ટ કરિયરની સૌથી ધીમી ફિફ્ટી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસે ૪ વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાનો સ્કોર એક સમયે ૪ વિકેટના નુકસાન પર ૧૯૫ રન હતો ત્યાંથી ૨૪૪ રનમાં જ ઓલઆઉટ થઈ હતી. ભારતે અંતિમ ૬ વિકેટ ૪૯ રનમાં જ ગુમાવી હતી.

ઓપનર ડેવિડ વોર્નરને ૧૩ રને આઉટ કરવાની સાથે જ અશ્વિને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. અશ્વિને વોર્નરને ટેસ્ટમાં ૧૦મી વખત આઉટ કર્યો હતો. આ પહેલા અશ્વિન એલિસ્ટર કૂકને ૯ વખત અને બેન સ્ટોક્સને ૭ વખત આઉટ કરી ચુક્યો છે.

ટેસ્ટ ક્રિકેટમાં વોર્નરને સૌથી વધુ વખત આઉટ કરવાનો રેકોર્ડ ઈંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડના નામે નોંધાયેલો છે. બ્રોડે વોર્નરને ૧૨ વખત પોતાનો શિકાર બનાવ્યો છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here