વૉકિંગ પર નીકળેલ વિદ્યાર્થિની સામે યુવક એકાએક નગ્ન થયો

0
18
Share
Share

વૉક-વેમાં માનસિક વિકૃત લંપટની હરકતથી વિદ્યાર્થિની હેબતાઈ ગઈ, યુવતીએ બૂમાબૂમ કરતા વિકૃત ભાગ્યો

સુરત,તા.૧૨

સુરત શહેરના ભદ્ર વિસ્તાર સમાન પાલ વોક-વેમાં સોમવારે મોડી સાંજે એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીંયા પાલ વોક-વે ખાતે સોમવારે મોડી સાંજે વોકિંગ કરવા નિકળેલી વિદ્યાર્થીની અને તેની બહેનપણી સામે એકાઍક યુવકે આવી જઈ નગ્ન થઈ ગયો હતો. અને યુવક અશ્લીલ હરકત કરવા લાગ્યો હતો. આ યુવકે પેન્ટ ઉતારી ગુપ્તાંગનો ભાગ હલાવી છેડતી કરતા હેબતાઈ ગયેલી વિદ્યાર્થીનીએ બૂમાબૂમ કરી હતી જેથી તેની માતા સહિતના લોકોએ યુવકને પકડી પડ્યો હતો. અને પોલીસના હવાલે કર્યો હતો. સુરતમાં સતત ગુણ ખોરી વધી રહી છે તેમાં પણ મહિલા સાથે છેડતી સહિતના ગુનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે એક યુવતીના પ્રેમમાં પાગલ યુવાને એવું કર્યુ કે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે, જો કે તેની આ હરકતને લઈ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.  સુરતના  અડાજણ ઍલ.પી.સવાણી રોડ સી.ઍન.જી પંપની સામેના વિસ્તારમાં રહેતી અને જહાંગીરપુરામાં આવેલ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી  ૧૯ વર્ષીય વિદ્યાર્થીની સોમવારે તેની માતા અને બહેનપણી સાથે પાલ વોક-વે ખાતે વોકિંગ કરવા માટે નિકળ્યા હતા. દરમિયાન આઠથી સાડા આઠેક વાગ્યાના આરસામાં ઍકાઍક ઍક યુવક તેમની સામે આવીને ઉભો રહી પેન્ટ કાઢી નગ્ન થઈ ગયો હતો તેમજ ગુપ્તાંગનો ભાગ બતાવી વિકૃત હરકત કરવા લાગ્યો હતો. જેથી ચોંકી ગયેલી વિદ્યાર્થીની અને તેની બહેનપણીએ બૂમાબૂમ  કરી હતી. જેથી વોકિંગમાં આવેલા તેના પરિચીત સહિતના લોકો દોડી આવતા યુવક ભાગ્યો હતો પરંતુ લોકોએ તેને પકડી પાડ્યો હતો. વિદ્યાર્થીનીના પરીચીત યુવકે કોન્ટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ દોડી આવી હતી. અને યુવકને અટકમાં લીધો હતો. પોલીસની પુછપરછમાં યુવકે પોતાનું નામ રીતેશ ઉમેશ મિશ્રા  હોવાનુ જણાવ્યું હતું. સમગ્ર મામલે વિદ્યાર્થીનીએ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ રીતેશ મિશ્રા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here