વૈશ્વિક મંદી વચ્ચે ભારત કઈ દિશા તરફ જઈ રહ્યું છે…..?

0
23
Share
Share

(જી.એન.એસ,હર્ષદ કામદાર)

ભારત સહિત વિશ્વભરમાં કોરોના કહેર વચ્ચે વિશ્વ ભરના દેશોએ પોત પોતાનું અર્થતંત્ર જીન્સ ભીન્ન ન થઈ જાય તે માટે પોતપોતાના દેશના તમામ પ્રકારના ધંધાકીય ક્ષેત્રો ખોલી નાખવાની છૂટછાટો કેટલીક શરતોને આધીન આપી દીધી છે…. અને લોકોએ પણ કોરોના સાથે જીવવાની આદત પાડવી પડશે એવું સ્વીકારીને ધંધા-રોજગાર તરફ વળવા લાગ્યા છે. આ બધું છતાં વિશ્વમાં મંદીનો દોર વધતો જઈ રહ્યો છે…..! તો મોંઘવારી પણ બેહદ વધી છે, કરોડો-કરોડો લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે, રોજગારીની નવી તકો પણ ઊભી થઈ નથી. વિશ્વના અનેક દેશોમાં ધંધા- રોજગારના મોટા ભાગના ક્ષેત્રો અને સરકારો નાણાંકિય ભીડમાં ભેરવાઈ પડ્યા છે. ભારતમાં પણ આવા તમામ પ્રશ્નો ફરી વળ્યા  છે. ભારતનુ વિદેશી દેવું ૫૦૦ બિલિયન ડોલરથી પણ વધી ગયું છે… બેંકોની સ્થિતિ જોઈએ તો રાષ્ટ્રિયકૃત કેટલીક બેન્કોનું વિલીનીકરણ કરી નાખવામાં આવતા તે બેંકોની અનેક શાખાઓ બંધ થઈ ગઈ છે. યશ બેંકને  ૬૦૦ કરોડનું નુકસાન છે. પીએનબી બેન્કને ૪૭૫૦ કરોડના નુકશાનમા છે, ઇન્ડિયન બેંક ૧૧૯૦ કરોડના નુકશાનમાં, એક્સિસ બેન્ક ૧૧૨ કરોડના નુકશાનમા છે આ તો મોટી કહેવાતી બેન્કોની બાબત છે. મોટા ભાગની બેન્કોના એટીએમ સેન્ટરો મોટી સંખ્યામાં  બંધ કરી દેવાયા છે કે  ઓછા થઈ ગયા છે….! બધી બેંકો ભારે મોટું નુકસાન સહન કરી રહી છે. આ બેંકો માટે મોટાપાયે લોન લેનારા ૩૬ જેટલા સૌથી મોટા દેવાદારો દેશમાંથી ગુમ થઈ ગયા છે. જોકે કેટલાક કોર્પોરેટ્‌સોના ૨.૪ લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કરી દેવામાં આવ્યું છે. દેશમા નુકસાન થયેલ વિવિધ ધંધાદારી કંપની કે સંસ્થાનો પૈકી એરટેલને ૨૩ હજાર કરોડથી વધુનું નુકશાન છે, વડાફોનને ૫૦ હજાર કરોડથી વધુ બીપીસીએલને ૭૫૦ કરોડથી વધુનું નુકસાન છે, બેલને ૨૨૯ કરોડથી વધુનુ નુકસાન,ભારતીય પોસ્ટને ૧૫ હજાર કરોડથી વધુનું નુકશાન છે…. ત્યારે સરકારે આર્થિક સંકટ દૂર કરવા ૫ એરપોર્ટ વેચી દીધા છે. લાલકિલ્લા સહિત કેટલાક ઐતિહાસિક સ્થળો ભાડે આપી દીધા છે.  રેલવે તથા જાહેર સાહસો વેચવાનું શરૂ કરી દીધું છે. સરકાર પોતાના આવા નીર્ણયોન યોગ્ય માને છે…. પરંતુ તેની સામે લાખો લોકો બેકાર બનશે, રોજગારી ની તકો ઘટી જશે તેનું શું….? આવા સમયે અમેરિકાએ પણ તેને ત્યની ભારતીય કંપનીઓને- ભારતના આઇટી ક્ષેત્રના માસ્ટર તેમજ અન્ય ક્ષેત્રના ભારતીય ટેલેન્ટોને મોટું નુકસાન કર્યું છે એચ વન બી વિઝા પર પાબંદી ફરમાવીને…. મતલબ ભારતમાં વિદેશથી આવતા નાણાં પણ મોટાભાગે આવતા બંધ થઈ જશે….!આને આ કારણે મંદીનો ભારે માર સહન કરવા તરફ  જઈ રહેલા આપણા ભારતને માટે એક વધુ ફટકો પડવા જેવી સ્થિતિ ઉદભવી શકે….!?

અત્યારના સમયે દેશમાં  શિક્ષિત વર્ગ, રાજકીય ક્ષેત્રના ખૂણાઓમા અને જાગૃત લોકોમાં સવાલી ચર્ચાઓ ચાલી રહી છે….. જેમાં નવી શિક્ષણ નીતિ આવી છે તેના પરિણામે સરકારી શાળાઓ મોટાભાગે બંધ થઈ શકે છે તેવી શંકા-કુશંકાઓ વ્યક્ત કરતા ચર્ચા કરી રહ્યા છે કે ભારતમાં સરકારી શાળાઓની સંખ્યા ૧૫ લાખ જેટલી છે. જે સંખ્યા દેશના રાજ્યોની વેબસાઈટ પરથી જાણવા મળે છે. આ શાળાઓની જમીન સહિતની સંપત્તિ રૂપિયા ૧૦૦ કરોડથી વધુ થવા જાય છે.  સરકારી શાળાઓ ગ્રામ્યકક્ષાએ થી લઇને શહેરો સુધી છે. અને આ શાળાઓ તેમજ કોલેજો જે તે સમયે ઉભી કરીને  સરકારનો આશય ગ્રામ્ય કક્ષાએ વધુ લોકોને સુશિક્ષિત કરવાનો હતો.  આ પૈકીની અનેક શાળા-કોલેજો  ૩ થી ૬ એકર જમીન ધરાવે છે. મોટા ભાગની શાળાઓની આસપાસ વિકાસ થયો છે મતલબ જમીનોની કિંમતો પણ વધી ગઈ છે.  ગુજરાત મોડલ અનુસાર ગ્રામ્ય સ્તરની શાળાઓનું સંખ્યાના બહાના તળે અન્ય શાળામાં મર્જ કરવામાં આવી રહી છે તેમજ ખાનગી કે ટ્રસ્ટોને સોંપવામાં આવી રહી છે પરિણામે અનેક ગ્રામ્ય બાળકો- બાલિકાઓ અધવચ્ચે અભ્યાસ કરવાનું છોડી દે છે.. મતલબ હવે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ ગયું છે અને વધુ પ્રમાણમાં થવા જઈ રહ્યું છે…. ખાનગી શાળાઓ કોલેજોની ફી મધ્યમ વર્ગ, મજૂર વર્ગ કે ગરીબોને પરવડે તેવી નથી…..! પરિણામે શિક્ષણ ખતમ થઇ શકે તેવી સ્થિતિ બની શકે…..!? ત્યારે કોઈ મહાનુભાવે કહેલ એક  વાક્ય યાદ આવે છે કે કોઈ પણ દેશને બરબાદ કરવો હોય ગુલામ બનાવવો હોય તો તે દેશનું શિક્ષણ ખતમ થઈ જાય તેવું આયોજન કરો…. તો બીજી બાબત છે કે લોકોને ધર્મના નામે ઓતપ્રોત કરીદો તો અંધશ્રદ્ધાળુઓને કારણે  તે દેશમાં આંતરિક સંઘર્ષ વધી જશે અને શાસન કરનારાઓને કોઈ કાર્ય કરવાનું નહીં રહે…. ત્યારે ભારત કઈ તરફ જઈ રહ્યુ છે…..!? તે વિચારવાનો સમય પાકી ગયો છે….!?

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here