વેરાવળ હોમગાર્ડ જવાનની પ્રસંસિય કામગીરી

0
25
Share
Share

વેરાવળ તા.૨૦

દિવાળી નૂતન વર્ષ તહેવાર સબબ વેરાવળ ચોપાટી ખાતે હોમગાર્ડ જવાન બંદોબસ્ત દરમ્યાન વાહન પાર્કિંગ વખતે હોમગાર્ડ ફરજ બજાવતા યોગેન્દ્રસિંહ વાઘેલા, કપીલભાઈ બી.જોશી, ગોહેલ પી.એમ.ને બુલેટ ઉપરથી એક કાળા કલરનું પર્સ મળી આવેલ જેમાં જરુરી ડોક્યુમેન્ટ આઠ ક્રેડિટ કાર્ડ તેમજ રોકડ રુ ૮૫૧૦ મળી આવેલ જે ફરજ પરના હોમગાર્ડ જવાન દ્વારા વેરાવળ હોમગાર્ડ યુનિટ કમાન્ડિંગ સુનિલભાઈ ચુડાસમાને જાણ કરતા સિટી પીઆઇ ડી.ડી. પરમાર ને જાણ કરતા કરતા સુરત ખાતે રહેતા વિપુલભાઈ ગાજીપરા નું જાણતાં જે તહેવાર હોય અને વેરાવળ કુટુંબીક તેમજ સોમનાથ ખાતે મહેમાનગતિ માણવા આવેલ હોય જેનો ટેલિફોનિક સંપર્ક કરી વેરાવળ સીટી પોલીસ સ્ટેશને બોલાવી સિટી પીઆઇ ડી.ડી. પરમાર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એચ.બી.મુસાર તેમજ હોમગાર્ડ જવાન દ્વારા જેઓ નું પાકીટ હતું તેઓને વેરીફાઈ કરાવી રોકડ તેમજ જરુરી ડોક્યુમેન્ટ ક્રેડિટ કાર્ડ સહિત સુપરત કરતા તેઓએ હોમગાર્ડ જવાન તેમજ સીટી પોલીસ અધિકારી તેમજ સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here