વેરાવળ સિવિલ હોસ્પિટલનો જી.એમ.ઈ.આર.એસ.માં સમાવેશ

0
20
Share
Share

સોરઠ સાંસદ રાજેશ ચુડાસમાની સફળરજૂઆત

વેરાવળ, તા.૨૭

સોમનાથ ભુમિ પર મેડીકલ કોલેજ શરુ કરવા માટે જિલ્લામથક વેરાવળ સીવીલ હોસ્પીટલને અપગ્રેડ કરી જી.એમ.ઇ.આર.એસ. હેઠળ સમાવવા માટેનો ઠરાવ મંજુર કરી રાજય સરકારે જિલ્લાવાસીઓને ભેટ આપતો નિર્ણય કર્યો છે.

રાજય સરકારના આ નિર્ણયથી આગામી સમયમાં મેડીકલના  વિઘાર્થીઓને ખાસો ફાયદો થશે તેવું  આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો જણાવી હરખભેર આવકારી રહયા છે. વેરાવળમાં મડીકલ કોલજ શરુ થાય તે માટે ધણા સમયથી સોરઠના સાંસદ રાજેશ ચુડાસમાએ અથાગ પ્રયત્નો હાથ ઘરેલ જેને અંતે સફળતા મળી છે.

ગીર સોમનાથ અને જુનાગઢ સોરઠ ના યુવા સાંસદ રાજેશ ચુડાસમા ઘણા સમયથી જિલ્લા મથક વેરાવળમાં મેડીકલ કોલેજ શરુ કરવા માટે જરુરી કાર્યવાહી કરી મંજૂરી આપવા મુખ્યમંત્રી વિજય રુપાણી અને આરોગ્યક મંત્રી નિતીનભાઇ પટેલ સહિતનાને સક્રીયાતથી વારંવાર લેખીત-મૌખીક રજુઆતો કરી રહયા હતા જેને ઘ્યાતને લઇ તાજેતરમાં રાજય સરકારે તા.૨૪-૧૨- ર૦ર૦ ના ઠરાવથી ગીર સોમનાથના જીક્ષા મથક વેરાવળ ખાતે મેડીકલ કોલેજ શરુ કરવાના કામને સેઘ્ઘાંઇતીક મંજુરી આપી છે જેમાં વેરાવળમાં આવેલ સીવીલ હોસ્પીટલને અપગ્રેડ કરી જુ.એમ.ઇ.આર.એસ. હેઠળ સમાવેશ કરવાનું ઠરાવથી મંજુર કરાયુ છે.

વેરાવળમાં અટલજીના જન્મદિને ગરીબોને રાશન કિટો અપાઇ

વેરાવળ ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રી સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પટેલશ્રી લખમભાઇ ભેસલાના અધ્યક્ષ સ્થાને તથા ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ  માનસિંહભાઇ પરમાર જીલ્લા મહામંત્રી ડો.વઘાસીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં ગરીબ લોકોને અનાજ ની રાશનકીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો.

જેમાં બોટ એશો.ના પ્રમુખ અને જીલ્લા ભાજપ મંત્રી તુલશીભાઇ ગોહેલ શહેર ભાજપ પ્રમુખ  દેવાભાઇ ધારેચા વે.પા.સં.નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને રાષ્ટ્રીય સી.ફુડ્‌સ એક્ષપોટર્ એસોશીએશન નાં પ્રમુખ  જગદીશભાઇ ફોફંડી નગરપાલિકાના પુર્વ પ્રમુખ મંજુલાબેન સુયાણી શહેર ભાજપ મહામંત્રી  કપીલભાઇ સાગરપુત્ર ફાઉન્ડેશન ના ઉપપટેલ  ગોવીંદભાઇ વણીક,ગોવીંદભાઇ કુહાડા લોધી સમાજનાં પટેલ ચુનીભાઇ ગોહેલ શહેર ભાજપ ઉપપ્રમુખ શ્રી કીરીટભાઈ ફોફંડી ભાજપ ના કાર્યકરો સમાજના આગેવાનો તથા બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાત સી.ફુડ્‌સ એક્ષપોટર્ એસોશીએશન ગુજરાત રીઝનના પ્રમુખ પિયુષભાઇ ફોફંડી એ કરેલ હતું.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here