વેરાવળ : સરકારી મિલકતને નુકશાનના તેમજ દારૂના ગુનામાં ફરાર બે આરોપીઓ ઝડપાયા

0
18
Share
Share

જુગારમાં અવાર-નવાર ઝડપાયેલો શખ્સ પાસા તળે જેલ હવાલે કરાયો

વેરાવળ તા.૨૬

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મનીન્દર પવાર તથા ગીર સોમનાથ જીલ્લાના ઇન્ચાજર્ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા અસામાજીક પ્રવૃતિ આચરતા શખ્સોને અંકુસમા લેવા પાસા તેમજ તડીપાર મુકી કડક કાર્યવાહી કરવાની સખ્ત સુચના અનુસંધાને પી.આઇ. ડી.ડી.પરમાર તથા એલ.સી.બી. દ્વારા પાસા અંગેની દરખાસ્ત તૈયાર પોલીસ અધિક્ષક મારફત જીલ્લા મેજીસ્ટ્રેટને મોકલતા પાસા દરખાસ્ત મંજુર થતા જુગારના ત્રણેક ગુન્હાઓ નોંધાયેલ બાબુભાઇ ઉર્ફે ગલી લખમભાઇ ફોફંડી ઉ.વ.૪૦ ની પાસા તળે અટકાયત કરી સેન્ટ્રલ જેલ સુરત ખાતે મોકલવા તજવીજ હાથ ધરેલ છે.

આ ઉપરાંત છેલ્લા ૧૧ વર્ષથી ડેમેજ ટુ પબ્લિક પ્રોપટર્ી એકટની કલમ ૩ ના ગુન્હાના નાશતા ફરતા દિનેશ હરીલાલ ઉર્ફે હીરાલાલ માલમડી ઉ.વ.૩૪ ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ પ્રોહીબીશનના ગુન્હાના છેલ્લા ર વર્ષથી નાશતા ફરતા ધર્મેશ ઉર્ફે ધમો પ્રેમજીભાઇ પરમાર ઉ.વ.૩૧ ને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરેલ છે. આ કામગીરીમાં ડી.સ્ટાફના પી.એસ.આઇ. એચ.બી.મુસાર, હે.કો. દેવદાનભાઇ માણંદભાઇ, નટુભા ભાભલુભા, સુનિલભાઇ માંડણભાઇ, મયુરભાઇ મેપાભાઇ, ગીરીશભાઇ મુળાભાઇ, પો.કો. અરજણભાઇ મેસુરભાઇ, કમલેશભાઇ અરજણભાઇ, અશોકભાઇ હમીરભાઇ, પ્રવિણભાઇ હમીરભાઇ સહીતના જોડાયેલ હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here