વેરાવળ : વકિલની ઓફિસમાં ઘુસીને આરોપીની ધમકી

0
26
Share
Share

વેરાવળ તા. ૨૩

વેરાવળમાં અલીભાઇ સોસાયટીમાં રહેતા અને રાજેન્દ્ર ભુવન રોડ ઉપર સરકારી હોસ્પીટલની સામેના ભાગે એડવોકેટની ઓફીસ ધરાવતા શકીલ અહેમદ મહમદ અમીન બાવજીર ઉ.વ. ૪પ તા. ૨૦ ના રોજ તેમની ઓફીસની બહાર ઉભેલ તે સમયે બાજુમાં પાનના ગલ્લા પર ચીરાગ ઉર્ફે ચીરાગ જેક જુંગી નામનો શખ્સ આવેલ અને તે એડવોકેટ શકીલ બાવરજીને જોઇ બીભત્સ શબ્દો બોલેલ તેમજ મુસ્લીમ સમાજના એક અગ્રણીનું નામ લઇ તેને પણ ગાળો બોલવા લાગેલ તે સમયે અન્ય બહાર ઉભેલા લોકો તુરંત આવી જતા આ ચિરાગ નામનો શખ્સ જતો રહેલ અને જતા જતા કયાંય એકલો મળીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી એડવોકેટ શકીલ બાવજીર ને આપેલ હોવાનું ફરીયાદમાં નોંધાવેલ છે.

ઉપરોકત બનાવ અંગે પોલીસે આઇપીસી કલમ ૫૦૪, ૫૦૬ (ર) મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા એએસઆઇ લક્ષ્મીબેન મોરીએ હાથ ધરેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here