વેરાવળ માસ્ક પહેર્યા વગરના ૭૦ દંડાયા, ૬ વાહનો ડીટેઇન, ૧૦ હજારની દંડનીય વસૂલાત

0
60
Share
Share

ગીરગઢડા, તા. ૩૦

વેરાવળ  કોવિદ-૧૯ સરકારની ગાઈડ લાઈન સબબ જી.મે.જા.સંદર્ભે જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, નાયબ પોલીસ અધિક્ષક બાંભણીયાના માર્ગદર્શન હેઠળ સિટી પીઆઈ આર.કે.પરમાર સૂચના મુજબ વેરાવળ શહેરમાં સવારથી સીટી પોલીસ સ્ટાફ દ્વારા શહેરના અલગ અલગ સ્થળ પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સરકારની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેર્યા વગરના ૭૦ વ્યક્તિ પાસેથી ૨૦૦ લેખે ૧૪૦૦૦ રુ. નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ ૬ વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે. તેમજ ૧૦,૧૦૦ સ્થળ દંડ વસૂલવામા આવેલ છે. મુખ્ય બજારોમાં અને બાઈક ચાલકો માસ્ક પહેરવા લાગ્યા છે તંત્ર પણ એલટર્ થયું છે. હજુ કોરોના ગયો નથી. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ આગામી દિવસોમાં પોલીસ દ્વારા કડક ઝુંબેશ હાથ ધરવામાં આવશે તો લોકોએ માસ્ક પહેરીને જ નીકળવું ડીસ્ટેન્સ જાળવવું સરકારના નિદર્ેશનનું પાલન કરવું અને પ્રશાસનને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here