વેરાવળ : બંધ મકાનમાં ચોરીનાં આરોપી અંશતઃ મુદામાલ સાથે ઝડપાયા

0
12
Share
Share

વેરાવળ તા. ૧ર

વેરાવળ સીટી પી.આઇ. ડી.ડી.પરમાર દ્વારા પી.એસ.આઇ. એ.કે.ખુમાણ, એ.એસ.આઇ. સરતાજભાઇ ઓસમાણભાઇ, પો.હેડ કોન્સ. વિનુભાઇ દુર્લભભાઇ, દેવદાનભાઇ માણંદભાઇ, પો. કોન્સ. વીરાભાઇ સરમણભાઇ, અંકુરભાઇ ભગવાનભાઇ, કરણભાઇ બાબુભાઇ, મયુરભાઇ વિક્રમભાઇ સહીતના સાગર કવચના પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોકેટ કોપની મદદથી રીઢા ગુનેગારોની માહીતી તપાસતા એ.એસ.આઇ. સરતાજભાઇ ઓસમાણભાઇ, પો.કોન્સ. અંકુરભાઇ ભગવાનભાઇ ને મળેલી બાતમીના આધારે (૧) આદીલ અનવરભાઇ શેખ (૨) મુન્તહા ઉર્ફે અલીયો અલીભાઇ પંજા રહે. બન્ને વેરાવળ વાળાઓની પુછપરછ કરતા આઇ.ડી.ચૌહાણ હાઇસ્કૂલ સામે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતા અનવરભાઇ અમીનભાઇ સુન્ની ઉ.વ.૬ર ના મકાનના દરવાજાના તાળા તોડી સોના-ચાંદીના દાગી કુલ રૂા.૧,૯૭,પ૦૦ ની ચોરીમાં ગયેલ મુદામાલમાં (૧) સોનાની ડાયમંડ વાળી વીટી નંગ-૨ કીં.રૂા.૨૨,૫૦૦ (૨) સોનાની માછલી ડિઝાઇન વાળી વીંટી નંગ-૧ કી.રૂા.૧૨,૨૪૦ (૩) સોનાનો દાણો નંગ-૧ કી.રૂા.૨૦૦૦ (૪) ચાંદીના પગમાં પહેરવાના સાંકળા નંગ-૨ કીં.રૂા.૮૦૦ સાથે ઝડપી વધુ કડક પુછપરછ કરતા ચોરી કરેલ હોવાની કબુલાત આપતા બાકીના સોનાના દર-દાગીના રીકવર કરવા તજવીજ હાથ ધરેલ છે.

સુત્રાપાડા : સીંગસર ગામે ખાણમાં ડુબી જતા બે બહેનોનાં મોત, બે નો બચાવ

સુત્રાપાડા તાલુકાના સીંગસર ગામે આવેલ અંબુજા કંપનીની માઇન્સમાં પાણી ભરેલ હોય જેમાં માતા-પુત્રી સહિત બે સગી બહેનો ડૂબી ગયેલ જેમાં બે નો બચાવ થયેલ જયારે બે સગીરાના મૃત્યુ નીપજેલ હોવાનું જાણવા મળેલ છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ સીંગસર ગામે અંબુજા કંપનીની માઇન્સ આવેલ હોય જયારે આ માઇન્સમાં વરસાદી પાણી ભરાયેલ હોવાથી માઇન્સની બાજુમાં જ વાડી ધરાવતા પરીવાર કપડાં ધોવા માટે ગયેલ તે સમયે અકસ્માતે માતા-પુત્રી તથા બે સગી બહેનો સહીત ચારેય પાણીમાં પડી ગયેલ જેમાં બે દીકરીના મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડવામાં આવેલ છે.

અંબુજા કંપનીની માઇન્સના પાણીમાં ડુબી જવાથી આઇસાબાનુ યુનુસભાઇ ઉ.વ.૧૧ તથા ફિઝા અકબરભાઇ ઉ.વ.૧૦ નું મૃત્યુ નીપજેલ છે જયારે મૃતક ફિઝાની માતા ફરજીબાનુ ઉ.વ.ર૭ અને હનીષા યુનુસ ઉ.વ.૧૭ નો બચાવ થયેલ છે. આ ચારેય બે સગા ભાઇઓનો પરીવાર હોવાનું જેમાં બે સગી બહેનો તથા માતા-પુત્રી ગરકાવ થયેલ હતા. આ બનાવના પગલે તંત્રના અધિકારીઓ, અગ્રણીઓ સ્થળ ઉપર દોડી ગયેલ હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here