વેરાવળ બંદરમાં ત્રણ અન્ય રાજ્યોની બોટ આવતા કાર્યવાહી કરવા માંગ

0
7
Share
Share

વેરાવળ, તા.૧૭

વેરાવળ બંદરમાં અન્ય રાજ્યોની ત્રણ બોટો આવેલ હોય જે બાબતે સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સંયુક્ત માચ્છીમાર બોટ એસો. દ્વારા મત્સ્યોધોગ મંત્રી સહીતનાને લેખીત રજૂઆત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવાની માંગ કરેલ છે.

આ અંગે વેરાવળ સાગરપુત્ર ફાઉન્ડેશન ખારવા સંયુક્ત માચ્છીમાર બોટ એસો.ના પ્રમુખ તુલસીભાઈ ગોહેલ દ્વારા મત્સ્યોધોગ મંત્રી સહીતનાને કરાયેલ રજૂઆતમાં જણાવેલ કે અન્ય રાજ્યોની બોટો વેરાવળ બંદરે ગેરકાયદેસર પ્રવેશ કરી ફીશરીઝ એકટીવીટી કરતા સ્થાનિક માચ્છમારોના આર્થીક હીતોને નુકશાન થઈ રહેલ છે. આ બાબતે અવિરત રજૂઆતના અંતે સરકાર દ્વારા ગુજરાતની દરીયાઈ સીમમાં અન્ય રાજ્શયોની બોટોને પ્રવેશવા પર પ્રતિબંધ મુકતો કાયદો વિધાનસભામાં પ્રસાર કરવામાં આવેલ છે ત્યારે આ કાયદાનુ ચુસ્ત પણે પાલન થાય તેમ જણાવેલ છે. સરકાર દ્વારા આ કાયદો લાવ્યાના હજુ ગણતરીના દિવસો જ વિત્યા છે ત્યારે વેરાવળ બંદરે સ્થાનીક અસામાજીક તત્વોના સહકાર તેમજ પ્રોટેકશનથી અન્ય રાજ્યની ત્રણ બોટો આવેલ હોવાનો આક્ષેપ કરી તંત્ર અને સ્થાનીક માચ્છીમારોની આંખમાં ધુળ નાખવા માટે આ ત્રણ બોટ ઉપર ગુજરાતની ફીશીંગ બોટના રજીસ્ટ્રેશન નંબરનુ સ્ટીકર લગાડેલ હોવાનુ જણાયેલ છે.

ઉપરોક્ત બાબતે લાગતા વળગતા વિભાગમાં રૂબરૂ જાણ કરવા છતા નરોવા કુજોવા જેવો ગોળ ગોળ જવાબ આપી આંખ આડા કાન કરવામાં આવતુ હોવાથી સ્થાનીક તંત્ર ગુંડા તત્વોની સામે પગલા લેવાના બદલે ગેરકાયદેસર કામો માટે આડકડતરી રીતે પ્રોત્સાહન આપતા હોવાનો પ્રશ્ન સાથે આક્ષેપ કરેલ છે અને અસામાજીક તત્વો આ રીતે દુરઉપયોગ કરતા રહેશે તેને શરૂઆતથી જ અટકાવવામાં નહિં આવે તો સ્થાનીક માચ્છીમારોના વિશાળ હિતને જાળવવાનો હેતુ તથા કાયદાનુ કોઈ મહત્વ રહેશે નહિં અને કાયદાનો છડેચોક ભંગ કરી નિયમો ફક્ત કાગળ ઉપર જ રહી જશે તે માટે હાલમાં વેરાવળ બંદરમાં પ્રવેશેલ ત્રણ બોટો કસ્ટડીમાં લઈ કાયદેસરના પગલા ભરવાની માંગ કરેલ છે. આ બાબતની જાણ રાજ્યના મુખ્યમંત્રી સહીત લાગતા વળગતા વિભાગોને કરેલ હોવાનુ એક યાદીમાં જણાવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here