વેરાવળ પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ફુટપાથ માટે રૂા.૧.૫૦ કરોડની ગ્રાન્ટ વાપરવા આયોજન

0
21
Share
Share

વેરાવળ, તા.૧૮

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા શહેરી વિસ્તારના નાગરીકોને જાણ કરવામાં આવે છે કે, નગરપાલિકા વિસ્તારમાં સરકાર તરફથી અમૃત સીટી યોજનાની વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ ની સ્ટ્રોમ વોટર ડ્રેઈનની રૂા.૫.૦૦ કરોડ તથા ટ્રાન્સપોર્ટશનની રૂા.૫.૫૦ કરોડ મળી કુલ રૂા.૧૦.૫૦ કરોડની ગ્રાન્ટમાંથી વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકાના વેરાવળ શહેરમાં તથા પ્ર.પાટણ શહેરમાં નીચે જણાવેલ મુખ્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર તથા ફુટપાથ બનાવવાનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં સોમનાથ મંદિરના દિગ્વીજય દ્વારથી પથીકાશ્રમ પાસે આવેલ હયાત ગટર સુધી, આંબેડકરનગર વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈન, વેરાવળ ભાલકા તીર્થ પાસે ભાલકા તળાવ પાસેથી તાલાલા નાકા પોલીસ ચોકી સુધી, વેરાવળમાં તાલાલા રોડથી પોલીસ ચોકી સુધી અને ૮૦ ફુટ રેલ્વે ક્રોસીંગથી તાલાલા હાઈવે સુધીનો સમાવેશ કરાયો છે.

આમ ઉપરોકત વિગતે જોતા વેરાવળ-પાટણ શહેરમાં જે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન છે તેવા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટરનુ આયોજન નગરપાલિકા તરફથી અમૃત યોજનાની રૂા.૫.૦૦ કરોડની ગ્રાન્ટમાંથી આશરે ૬ માસ પહેલા ટેન્ડર પ્રક્રિયા પુરી કરવામાં આવેલ છે ત્યારબાદ હાઈકોર્ટમાં કોર્ટ મેટર થયેલ જેનુ જજમેન્ટ આવી જતા સ્ટેટ લેવલ ટેકનીકલ કમીટીમાં ટેન્ડર મંજુરી માટે મોકલેલ છે જે મંજુર થતા ટુંક સમયમાં સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીરી હાથ ધરવામાં આવશે અને શહેરીજનોની વરસાદી પાણીની સમસ્યામાંથી મુકતી મળે અથવાતો છુટકારો થાય તે માટે નગરપાલિકા તરફથી પ્રયત્નો કરવામાં આવેલ હોવાનુ ચીફ ઓફીસરે જણાવ્યું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here