વેરાવળ-ત્રિવેન્દ્રમ વચ્ચે ૧૦ ડિસેમ્બરથી વિશેષ ટ્રેન દોડશે

0
19
Share
Share

રાજકોટ,તા.૨૦

મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા વેરાવળથી ત્રિવેન્દ્રમ વચ્ચે ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ થી વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર ૦૬૩૩૩/૦૬૩૩૪ વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન વેરાવળ સ્ટેશનથી દર ગુરુવારે ૧૦ ડિસેમ્બર, ૨૦૨૦ થી આગામી આદેશ સુધી દોડશે.

ટ્રેન નંબર ૦૬૩૩૩/૦૬૩૩૪ વેરાવળ-ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન

ટ્રેન નંબર ૦૬૩૩૩ વેરાવળ-ત્રિવેન્દ્રમ વિશેષ ટ્રેન વેરાવળથી ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ (ગુરુવારે) ને ૦૬.૪૦ વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે ૦૪.૦૦ વાગ્યે ત્રિવેન્દ્રમ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૬૩૩૪ ત્રિવેન્દ્રમ-વેરાવળ વિશેષ ટ્રેન ૦૭ ડિસેમ્બર ૨૦૨૦ (સોમવાર) ના રોજ ૧૫.૪૦ વાગ્યે ત્રિવેન્દ્રમથી ઉપડશે અને ત્રીજા દિવસે ૧૫.૪૫ વાગ્યે વેરાવળ પહોંચશે.

આ યાત્રા દરમ્યાન બન્ને દિશામાં કેશોદ, જૂનાગઢ, નવાગઢ, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, બોઇસર, વસઈ રોડ, ભિવંડી રોડ, પનવેલ , ખેડ, રત્નાગિરી, કુદાલ, કરમળી, મડગાંવ, કારવાર, અકોલા, બિંદુર, કુંદાપરા, ઉડુપિ, મંગલૂરુ જં., કાસરગોડ, કાંજનગાડ, કણ્ણૂર, તલચેરી, કોષિક્કોડ, તિરુર, કુટ્ટિપ્પુરમ, પટ્ટામ્બિ, ષોરણૂર, તૃશ્શૂર, આલુવા, એરણાકુલમ ટાઉન, કોટ્ટયમ, તિરુવલ્લા, ચેંગન્નૂર અને કોલ્લમ સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર ૦૬૩૩૪ (ત્રિવેન્દ્રમ-વેરાવળ સ્પેશિયલ) મણિનગર અને માવેલીકારા સ્ટેશનો પર પણ રોકાશે અને ટ્રેન નંબર ૦૬૩૩૩ (વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશિયલ) પય્યન્નૂર, કન્નાપુરમ, વડકરા, કોયિલાંડી, ફેરોક, પરપ્પનંગાડિ અને તિરુવનંતપુરમ પેટ્ટા સ્ટેશનો પર પણ રોકાશે.

આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ બેઠક કોચનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ આરક્ષિત ટ્રેન તરીકે દોડશે. આ ટ્રેનનું બુકિંગ ૨૩ નવેમ્બર ૨૦૨૦ (સોમવાર) થી શરુ થશે. મુસાફરોને મુસાફરી દરમિયાન ભારત સરકારની કોવિડ -૧૯ સંબંધિત માર્ગદર્શિકાનુ પાલન કરેં  અને ગાડી ઉપડવાના સમય થી ૧.૩૦ કલાક પહેલા સ્ટેશન પર પહોંચવા વિનંતી છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here