વેરાવળ ખાતે જૂનાગઢ રેન્જ આઈજીનો લોકદરબાર યોજાયો

0
24
Share
Share

ટ્રાફીક- ખનન-પોલીસ બંદોબસ્ત સહીતની રજૂઆતો અગ્રણીઓ દ્વારા કરવામાં આવી.પોસ વિસ્તારમાં પોલીસ ચોકીઓ બનાવવાની જીલ્લાભરમાં  માંગ

ગિરગઢડા  તા ૨૩

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે,લોકો ભયમુકત રહી શકે તેમજ લોકોને પડતી મુશ્કેલીઓ નો ઉકેલ લાવી શકાય તેવા હેતુથી દરવર્ષ ની જેમ આ વર્ષે પણ ગીર સોમનાથ જીલ્લાનાં વડા મથક વેરાવળ ખાતે  રેન્જ ડીઆઇજી મહીન્દ્ર સિહ પવારનો લોક દરબાર યોજાયો હતો.જેમા ગીરસોમનાથ જીલ્લા ભરમાંથી રાજકીય,સામાજિક  આગેવાનોની ઉપસ્થિતી રહી હતી.જેમા મુખ્યત્વે કોરોનાની મહામારી વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરીને સૌ કોઈ એ બીરદાવી હતી.

વેરાવળ,ગીરગઢડા, તાલાલા,સુત્રાપાડા તાલુકામાં પોલીસચોકી ઓ વધારવાની રજૂઆત કરવામાં આવી હતી.તદ્દઉપરાંત જિલ્લામાં સીસીટીવી કેમેરા પણ વહેલી તકે કાર્યરત થાય જેથી અસામાજિક પ્રવૃતિઓને કડક હાથે ડામી શકાય તેવી લાગણી નગરજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.

વેરાવળનાં જીઆઇડીસી વિસ્તારમાં  અમૂક સમયે ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યોનું વેચાણ પણ થતુ હોવાની રજૂઆત થઈ હતી.નગરપાલિકા વિસ્તારમાં ખાલી પ્લોટોને બાઉન્ડ્રી કરવા ની રજૂઆત પણ કરાઈ હતી.

વેપારીવર્ગ તેમજ સામાન્ય લોકોને ટ્રાફીક પોલીસ દ્રારા દંડ કરવામાં આવે છે તેમા પણ નરમ વલણ દાખવામા આવે તથા વેરાવળનાં બંદર વિસ્તારમાં પર પ્રાંતીય બોટો માટે પ્રતિબંધ સહીતની તેમજ વેરાવળનાં મોટા ભાગના બિલ્ડીંગમાં પાર્કિંગ ખુલ્લા મુકાય, ખનન પ્રવૃતીઓ અટકાવાય, જમીન પર અસામાજિક તત્ત્વો દ્રારા થતા ગેરકાયદે કબ્જાઓ અટકાવાય આ સહીતની જુદી જુદી રજૂઆતો કરવામાં આવી હતી. રેન્જ ડીઆઇજી મહીન્દ્રસિંઘ પવાર,એસ પી રાહુલ ત્રીપાઠી સહીતનાં લોકોની રજૂઆત પર પુરતુ ધ્યાન આપી જનતાની સમસ્યા વ્હેલી તકે હલ થાય તેવી ખાત્રી આપવામાં આવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here