વેરાવળમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાનુ અનાવરણ કરાયુ

0
23
Share
Share

ગિરગઢડા તા ૧૭

ગીર સોમનાથ જીલ્લા ના  વડા મથક વેરાવળ ખાતે   તા.૧૫ ઓગષ્ટ ના  રોજ રીંગરોડ સ્થિત સર્કલ પર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી ના વરદહસ્તે  સ્વામી વિવેકાનંદ જી ની પ્રતિમાનું લોકાર્પણ અને આ સર્કલ ને સ્વામી વિવેકાનંદ સર્કલ નામકરણ કાયઁક્રમ યોજવામાં આવેલ જેમાં  સાંસદ  રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જીલ્લા ભાજપ ના પ્રમુખ  ઝવેરીભાઈ ઠકરાર,  સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન ના પટેલ  લખમભાઇ ભેસલા, જીલ્લા ભાજપ ના મહામંત્રી  મહેન્દ્રભાઈ પીઠીયા,પુવે જીલ્લા ભાજય મહામંત્રી અને પ્રદેશ. કારોબારી સદસ્ય  શૈલેન્દ્ર સિંહ રાઠોડ,શહેર ભાજપ પ્રમુખ  દેવાભાઇ ધારેચા, નગરપાલિકા પુર્વ પ્રમુખ  જગદીશભાઈ ફોફંડી ઉપપ્રમુખ  કિશોરભાઈ સામાણી, એફ સી આઇ ના ડાયરેક્ટર  કાંતીભાઇ ચુડાસમા,  સહીત નગરસેવક ઑ, તથા સંગઠ્ઠન ના હોદ્દેદાર ઓ તથા નગરપાલિકાના અધીકારી ગણ ઉપસ્થિત રહેલ હતા . ધીમી ધારે વરસતા વરસાદમા ભાજપના ઉપસ્થિત  સૌ આગેવાનો એ સ્વામી વિવેકાનંદ  ની  પ્રતિમાનુ  અનાવરણ  કરી ફૂલહાર કરેલ હતા .  વેરાવળ   નગરપાલીકા  પ્રમુખ   મંજુલાબેન  સુયાણી  દ્રારા  અનેક કામોના ખાતમુહૂર્ત  તેમજ લોકાપઁણ  કરાયા છે .

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here