વેરાવળમાં ધનવંતરી આરોગ્ય રથ, કોવિડ-૧૯ ટેસ્ટ સેન્ટરની મુલાકાત લેતા પ્રભારી સચિવ દિનેશ પટેલ

0
13
Share
Share

ગીરગઢડા તા ૧૫

ગીર સોમનાથ જિલ્લા કોવિડ-૧૯ના પ્રભારી સચિવ દિનેશ પટેલ કોરોના વાયરસના સંક્રમણને કારણે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આજે ઈણાજ જિલ્લા સેવાસદન ખાતે કોવિડ૧૯ની કામગીરી સમીક્ષા બેઠક પુર્ણ થયા બાદ ધનવંતરી આરોગ્ય રથ અને કોવિડ-૧૯ ટેસ્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેઓએ પણ કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો.

આરોગ્ય વિભાગના ધનવંતરી આરોગ્ય રથ દ્રારા જુદા-જુદા વિસ્તારમાં લોકોની આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તે દરમ્યાન તેઓએ મુલાકાત લઈ આરોગ્યને લગતી વિગતો મેળવી હતી. આરોગ્ય રથ દ્રારા આપવામાં આવતી સારવાર અંગે લોકોને પુચ્છા કરી હતી. નગરપાલીકા કચેરી, બસ ડેપોમા કોવિડ ટેસ્ટ સેન્ટર શરુ કરવામાં આવ્યા છે. વધુમાંવધુ લોકોએ તેમના કોવિડ ટેસ્ટ કરાવે તે અંગે પ્રભારી સચિવે આહવાન કર્યું હતું. જે થી કરીને આપણે કોરોનાને માત આપી શકીએ.

આ પ્રસંગે જિલ્લા પુરવઠા અધિકાર સુશીલ પરમાર, ડો.બામરોટીયા અને ચીફ ઓફિસર જતીન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here