વેરાવળઃ સંસ્કૃતિ સાહિત્ય દ્વારા વ્યકિતત્વ વિકાસ વિષય પર ફેસબુક પર વ્યાખ્યાન માળા યોજાઈ

0
9
Share
Share

સોમનાથ સંસ્કૃત યુનિ. દ્વારા

વેરાવળ, તા. ૨૫

સોમનાથ સંસ્કૃત યુનિ., વેરાવળ દ્વારા તા. ૨૩-૦૬-૨૦૨૦ના રોજ ‘સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ’ વિષય પર વ્યાખ્યાન માળાનું ઉદૃઘાટન કરવામાં આવ્યું. ઉદૃઘાટન સત્રમાં સોમનાથ સંસ્કૃત યુનિ. ના કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્ર, આંબેડકર ઓપન યુનિ., અમદાવાદના કુલપતિ પ્રો. અમીબેન ઉપાધ્યાય, મુખ્ય-વક્તા તરીકે નડિયાદ આનંદ આશ્રમના સ્વામી મુદિતવદનાનંદજી તથા સોમનાથ સંસ્કૃત યુનિ.ના કુલસચિવ ડો. દશરથ જાદવ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યવક્તા મુદિતવદના-નંદજીએ ‘શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા દ્વારા વ્યક્તિત્વ વિકાસ’ વિષય પર વ્યાખ્યાન આપ્યું. અમીબેન ઉપાધ્યાયે વ્યાખ્યાન માળાની પ્રશંસા કરી અને વર્તમાન સમયમાં આ વ્યાખ્યાન માળાની આવશ્યકતા જણાવી યુનિવર્સિટીને આયોજન બદલ ધન્યવાદ આપ્યા હતા. કુલપતિ પ્રો. ગોપબંધુ મિશ્રએ અધ્યક્ષપદે પ્રવચન આપ્યું. અંતમાં કુલસચિવ ડો. દશરથ જાદવે આભાર વ્યક્ત કર્યો. આ વ્યાખ્યાન માળાનું જીવંત પ્રસારણ રોજ સાંજે ૦૫ થી ૦૬ વાગ્યે યુનિવર્સિટીના ફેસબુક પેજ પર થશે, જેમાં લાભ લેવા દરેક વ્યક્તિને નમ્ર નિવેદન છે.

સોમનાથ સંસ્કૃત યુનિ., વેરાવળ દ્વારા તા.૨૪-૦૬-૨૦૨૦ના રોજ ‘સંસ્કૃત સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ વિકાસ’ વિષય પર વ્યાખ્યાન માળામાં દ્વિતીય વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્યાખ્યાનના મુખ્ય વક્તા રમેશભાઈ ઓઝા-ભાઈશ્રીએ રસપ્રદ વ્યાખ્યાન આપ્યું. સોમનાથ સંસ્કૃત યુનિ.ના કુલપતિ, કુલસચિવ તથા તમામ અધ્યાપકોએ આ વ્યાખ્યાનનો લાભ મેળવ્યો. આ વ્યાખ્યાનનું જીવંત પ્રસારણ સાંજે ૦૫ થી ૦૬ વાગ્યે યુનિ.ના ફેસબુક પેજ પર કરવામાં આવ્યું હતું,જેમાં અનેક લોકો જોડાયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here