વેરાવળઃ દલિત સમાજનાં યુવાનોનું સંમેલન યોજાયુ

0
21
Share
Share

દલિત અધિકાર મંચના રાષ્ટ્રીય સંયોજક જીજ્ઞેશ મેવાણીએ એકતા પર ભાર મુકયો

ગિરગઢડા તા ૧૯

સમગ્ર ભારતમાં દબાયેલા અને શોષિત સમાજ ની અવાજ બની ને હમેશા પહેલી કતારમાં ઉભા રહેતા એવા ગુજરાત ના વડગામ ના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીનું ગીર સોમનાથ ના વડા મથક વેરાવળ ખાતે યુવા સઁવાદ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતુંઆ કાર્યક્રમમાં જીજ્ઞેશભાઈ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે જો તમે વર્તમાન સમય મા જે રાજકીય અને સામાજીક સ્તરે ભોગ બની રહયા છો જો આ પરિસ્થિતિ માથી તમારે બહાર આવુ હોય તો તમારે એક થઇ ને રહેવું પડશે અને આ એકતા દ્વારા જ તમે તમારી અવાજ ઉંચી કરીને તમારા હક્ક મેળવી શકશો આ કાર્યક્રમ નું આયોજન વેરાવળ ના સામાજીક કાર્યકર્તા અને યુવા નેતા અફઝલ પંજા દ્વારા કરવામાં આવેલ હતું જેમણે પોતાના વક્તવ્ય મા જણાવ્યું કે જો આધુનીક યુગમાં શોષિત સમાજ ને આગળ વધવું હોય તો ગુણવતા યુક્ત શિક્ષણ મેળવુ પડશે અને સઁગઠીત રહેવું પડશે અને વર્તમાન સમયના પડકારોનું સામનો કરવું પડશે આ તકે હાજી સફીભાઈ મૌલાના,નાનજીભાઈ ચાવડા,હનીફભાઈ બાગડા,ફારુકભાઈ પેરેડાઈઝ,હનીફભાઈ મલેક,મહેશભાઈ મકવાણા,નરેશભાઈ ચાવડા,દેવરાજભાઈ વાળા,રાજેશભાઈ વાઢેર તેમજ સામાજીક સઁસ્થા ના પ્રમુખો અને યુવા કાર્યકરો જોડાયા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here