વેરાવળઃ ઈણાજ ગામ નજીક ટ્રેકટર હડફેટે કલર કરતાં શ્રમિકનું મોત

0
6
Share
Share

ગીરગઢડા, તા.૩૦

વેરાવળ તાલુકાના ઈહણાજ ગામ પાસે વિજપોલ પર કલર કામ કરતા માળીયા હાચીના શ્રમિકને ટ્રેકટર ચાલકે હડફેટે લઈ મોત  નિપજાવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે. અકસ્માતમાં બનાવ અંગે પ્રભાસ પાટણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા હાટીના જશાપરા મફતીયાપરામાં  રહેતા કલરની કામની મંજુરી કરતા નરસીંગભાઈ લાખાભાઈ બાંભણીયા નામના પ્રૌઢ બે દિવસ પૂર્વે વેરાવળ તાલુકાના ઈંધણાજ ગામે ઉમરાળા રોડ તરફ જતા કાના પંડીતની વાડી પાસે વિજ પોલમાં કલર કામ કરતા હતા તે દરમિયાન ઈહણાજ ગામ તરફથી પુરપાટ ઝડપે આવતા ટ્રેકટર ચાલકે શ્રમિકને ઠોકરે લઈ ઘટના સ્થળે મોત નિપજાવી નાશી છુટયો હતો. અકસ્માતના બનાવ અંગેની જાણ થતાં પ્રભાસ પાટણ પોલીસે વલ્લભ વેલજી બાંભણીયાની ફરીયાદ પર થી ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધ્યો છે મૃતક નરસિંભાઈના મૃતદેહને પી.એમ.અર્થે ખસેડી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here