વેરાવળઃપરિણિતાને ઈશારા કરવાની ના પાડતાં પરિવાર પર હુમલો લુંટ

0
72
Share
Share

ગીરગઢડા, તા.૩૦

વેરાવળના ભાલકા વૃંદાવન સોસાયટીમાં રહેતા સુરેશભાઇ ધીરજલાલ ઉપાધ્યાય ઉ.વ.૬પ ના ઘર પાસેથી સોસાયટીમાં રહેતા પ્રફુલ પ્રવિણભાઇ મોટર સાયકલ લઇને નીકળેલ ત્યારે સુરેશભાઇ ના દીકરાની વહુ બહાર બેસેલ હોય તેને પ્રફુલ એ સીટી મારી ઇસારો કરી જતો રહેલ અને ત્યારબાદ ફરી પ્રફુલ તથા તેનો બનેવી અને એક અજાણ્યો શખ્સ મોટર સાયકલ ઉપર નીકળી ઇસારો કરતા સુરેશભાઇ ના મોટા પુત્ર પ્રશાંત તેને સમજાવવા ગયેલ તે સમયે પ્રફુલ સહીતના ત્રણેય જણા બીભત્સ શબ્દો બોલી છરી બતાવી માર મારવા લાગતા તેને બચાવવા સુરેશભાઇ  તથા પ્રીયાંક અને સાક્ષી છોડાવવા જતા તેને પણ ઢીકા પાટુનો માર મારી પછાડી દઇ સાક્ષી એ ગળામાં પહેરેલ સોનાનો ચેઇન પ્રફુલ એ ઝુંટ મારી લઇ લીધેલ હોવાનું પોલીસ ફરીયાદમાં નોંધાવતા વધુ તપાસ પી.આઇ. રાઠવાએ હાથ ધરેલ છે.

આ બનાવ અંગે સામે પક્ષે વિજય નગાભાઇ પાતળ રહે.નાવદ્રા વાળાએ સુરેશભાઇ, પ્રીયાંકભાઇ અને એક અજાણ્યા શખ્સ સામે અમોને જોઇ જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલતા તેને ના પાડતા ઉશ્કેરાઇ જઇ તલવાર, પાઇપ, રીક્ષાની ચેઇન વડે માર મારી સોનાનો ચેઇન ની લુંટી લીધાની તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરેલ હોવાની ફરીયાદ નોંધવેલ છે. આ બનાવની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક બાંભણીયાએ હાથ ધરેલ છે.

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here