વેબ સિરિઝ : લક્ષ્મણ રેખા જરૂરી ?

0
17
Share
Share

વેબ સિરિઝની બોલબાલા હાલના દિવસોમાં સતત વધી રહી છે. જાણકાર લોકો અને નિષ્ણાંતો માની રહ્યા છે કે તેના માટે કેટલાક કઠોર નિયંત્રણો રહે તે જરૂરી છે. કારણ કે તેમાં ભાષાપર કોઇ નિયંત્રણ નથી. જેની બાળકો પર માઠી અસર થઇ રહી છે. હવે હોબાળો થયા બાદ સરકારી નિયમો લાગુ કરવાની હિલચાલ શરૂ કરાઇ છે.  સેક્સી, અશ્લીલ અને વધારે પડતી હિંસાના કારણે બાળકો અને યુવા પેઢી પર આની માઠી અસર થઇ રહી છે. બીજી બાજુ સસ્તી લોકપ્રિયતા મેળવી લેવા માટે ઇચ્છુક લોકોને ફાયદો થઇ રહ્યો છે. કારણ કે આ સિરિઝ પોતાના દર્શકોને જે ચીજ પિરસી રહી છે તેને લઇને ચર્ચા છે. જે ચીજો  આ સિરિઝ પિરસી રહી છે તેને કોઇ પણ પ્રકારની સામાજિક અથવા તો સરકારી નિયંત્રણની જરૂર છે કે કેમ તે પ્રશ્ન તમામને થઇ રહ્યો છે. આખરે સેફ અલી ખાન અને નવાજુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે કેન્દ્રિત સેકન્ડ ગેમ્સમાં કેટલાક એવા સીન પણ હતા જેને સામાજિક બોલચાલની ભાષામાં અશ્લીલ કહેવામાં આવે છે. આવા સીનને સિરિયલો અને ફિલ્મોમાં દર્શાવવામા ંઆવતા નથી. નવાજુદ્દીન સિદ્દકીના કેટલાક સેક્સ સીન તો કેટલીક નવી ચર્ચા પણ જગાવે છે. જેથી મિડિયાથી લઇને સામાન્ય લોકોના મનમાં સવાલ થાય છે કે કેટલાક નિયંત્રણ હોવા જોઇએ. સંક્ષેપમાં કહેવામાં આવે તો આ વાત પણ ચાલી રહી છે કે તેના પર સેન્સર હોવા જોઇએ  ?  પરંતુ આ પ્રશ્નનો કોઇ સીધો જવાબ હોઇ શકે તેમ નથી. આજે અમે એક વૈશ્વિક સમયમાં જીવી રહ્યા છીએ. જે શખ્સની પાસે મોબાઇલ છે તેની પાસે સ્ક્રીન પર અનેક દેશી અને વિદેશી ભાષાની ફિલ્મો અને વેબસિરિઝ ઉપલબ્ધ છે. તે પૈકી કેટલા પર પ્રતિબંધ મુકી શકાશે. અથવા તો કોના કોના પર સેન્સર બોર્ડ જેવી સંસ્થાઓ નજર રાખશે. આ પણ એક વૈધક પ્રશ્ન છે. આ સાચી બાબત છે કે ભારત સહિત કેટલાક દક્ષિણ એશિયન દેશોની ગણતરી એક ખાસ અર્થમાં એવા પરંપરાગત સમાજમાં આવે છે જ્યાં નૈતિકતા કેટલાક અંશે રહેલી છે. નૈતિકતાને આજે પણ આમાં સર્વોચ્ચ મહત્વ આપવામાં આવે છે. અહીં સુધી કે મોટા શહેરોમાં રહેનાર પરિવાર પણ પરંપરાગત રિવાજમાં રહેવાને પ્રાથમિકતા આપે છે. મધ્યમવર્ગના લોકો સમાજને સૌથી વધારે મહત્વ આપે છે. જેથી સમાજમાં અને બૌદ્ધિક જગતમાં પરંપરાગત ધારણા અને પશ્ચિમના મનંરોજન ઉદ્યોગથી જન્મેલી સમસ્યા અસર કરી રહી છે. અસ્વાભાવિક નથી કે સેક્રેડ ગેમ્સ  જેવી વેબ સિરિને લઇને કેટલીક પ્રકારની પ્રતિક્રિયા આવી રહી છે. એવુ નથી કે વાંધો માત્ર સેક્સ સીનને લઇને થઇ રહ્યો છે. કેટલીક વેબ સિરિઝમાં વદારે પડતી હિંસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળકોની માનસિકતાને લઇને પણ કેટલાક નિષ્ણાંતો મુદ્દા ઉપસ્થિત કરી રહ્યા છે. આજના દોરમાં મોબાઇલ ફોન શહેરથી લઇને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા બાળકો પાસે પણ જોવા મળે છે. સેક્સ અને હિંસા દર્શાવનાર આ તમામ વેબ ફિલ્મોની બાળકો પર અસર થાય છે. બાળ માનસ પર પ્રતિકુળ અસર થઇ રહી હોવાની બાબત તો પહેલાથી જ જાહેર થઇ ચુકી છે.પ્રાપ્ત માહિતી મુજબ કોરોના કાળમાં વેબ સિરિઝની બોલબાલા વધી શકે છે. કારણ કે લાંબા સમયખથી કોરોના સંક્રમણને રોકવા માટે થિયેટરો-સિનેમા હોલ બંધ રહ્યા છે.  વેબસિરિઝમાં વધારે પડતી હિંસા અને સેક્સ સીનને ઉમેરી દેવામાં આવે છે. જો કે બાળકોના માનસ પર કેટલી અસર થઇ રહી છે તેને લઇને મનૌવૈજ્ઞાનિક અને શિક્ષણનિષ્ણાંતો વચ્ચે ચર્ચા છે. આ બાબત વિચારનો વિષય છે. આ ચર્ચાની વચ્ચે આ બાબતને લઇને ઇન્કાર કરી શકાય નહીં કે કેટલીક એવી વેબસિરિઝ અને વેબ ફિલ્મો છે જેમાં સમાજમાં ચાલી રહેલી હલચલોને અને પ્રતિક્રિયાઓને દર્શાવવામાં આવી રહી છે. દાખલા તરીકે નેટફ્લિક્સ પર થોડાક સમય પહેલા આવેલી ગુલને લેવામાં આવે તો તેમાં સમાજની બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એક અરબી મિથક પર આઘારિત આ વેબ સિરિઝમાં સર્વસત્તાવાદી સરકાર પિતા પુત્રીના વચ્ચેના સંબંધમાં શંકા દર્શાવે છે. ત્યારબાદ સરકાર માટે કામ કરનાર એજન્સીઓ જેમાં પોલીસથી લઇને ગુપ્તચર સંસ્થાઓ પણ સામેલ છે તે પોતાના પરિવારની સામે જાસુસી કરવા વિચારે છે.

આખરે તમામને સમજાય છે કે તેમની સાથે છેતરપિંડી થઇ ગઇ છે. ગુલમાં રાધિકા આપ્ટેએ શાનદાર ભૂમિકા અદા કરી હતી. કેટલીક અન્ય વેબસિરિઝ પણ છે જેમાં  ભારતીય સમાજમાં ફેલાયેલી અપરાધિક ગતિવિધીઓને દર્શાવવામાં આવે છે.

વેબ સિરિઝનો ક્રેઝ કેમ છે

વેબસિરિઝમની લોકપ્રિયતાનુ કારણ વધારે પડતા સેક્સ સિન અને વધારે પડતી હિંસા તો છે. સાથે સાથે વેબસિરિઝની લોકપ્રિયતા માટે અન્ય કારણ પણ છે. એક કારણ જે ઉભરીને આવે છે તે એ છે કે કોઇ વાર્તાના અનેક પાસાઓને દર્શાવવામાં આવે છે. આને દર્શાવવા માટે અનેક એપિસોડ તૈયાર કરવામાં આવે છે. આ ધારણા છેલ્લા કેટલાક દશકોમાં બની છે કે વાર્તા નાની હોવી જોઇએ. જેથી ફિલ્મો પણ હવે દોઢ બે  કલાકની હોય છે. પરંતુ કોઇ એક વાર્તામાં કેટલાક પ્રકારના તત્વો હોય છે અનેક વળાંક હોય છે. જેથી તેને એક કરતા વધારે એપિસોડમાં દર્શાવવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. આ તમામ વળાંકને દર્શાવવા માટે આઠ અથવા તો દસ કલાક અથવા તો તેના કરતા પણ વધારે સમય લાગી જાય છે. આ તમામ બાબતો ફિલ્મોમાં શક્ય નથી પરંતુ એપિસોડ મારફતે તેને સારી રીતે રજૂ કરી શકાય છે. ટેલિવિઝન સિરિયલ હવે એટલા બોરિંગ બની ગયા છે કે તેમને જોવા માટે હવે ધૈર્ય નથી. હવે મોબાઇલની ટેકનિકે કેટલીક બાબતોને સરળ બનાવી દીધી છે. તમે ટ્રેનમાં મુસાફરી કરતી વેળા અથવા તો વિમાનમાં બેઠા બેઠા પણ કોઇ વેબસિરિઝ સરળતાથી જોઇ શકાય છે. એટલુ જ નહીં ગ્રામીણ વિસ્તારમાં પણ કામના સમય વેબ સિરિઝ માટે સમય કાઢી શકાય છે. વેબ સિરિઝ માટે ગ્રામીણ વિસ્તારમાં પણ સમય કાઢી લે છે. આ રીતે વેબસિરિઝે મનોરંજનને એક વધારે રોમાંચક બનાવવામાં ભૂમિકા અદા કરી છે. મનોરંજનની જરૂરિયાત તમામની હોય છે. જેથી વેબસિરિઝના મહત્વને પણ નકારી શકાય તેમ નથી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here